Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઍર ઇન્ડિયા ફ્લાઇટમાં આ ક્રિકેટરનું પણ નીપજ્યું મોત, ટીમે આપી શ્રદ્ધાંજલિ

ઍર ઇન્ડિયા ફ્લાઇટમાં આ ક્રિકેટરનું પણ નીપજ્યું મોત, ટીમે આપી શ્રદ્ધાંજલિ

Published : 17 June, 2025 12:56 PM | Modified : 18 June, 2025 07:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Cricketer Died in Air India Plane Crash: અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ અકસ્માતમાં એક 23 વર્ષીય ક્રિકેટરનું પણ મોત નીપજ્યું છે, જે ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં કુલ 275 લોકોના મોત નીપજ્યા છે. 

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


Cricketer Died in Air India Plane Crash: અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ અકસ્માતમાં એક 23 વર્ષીય ક્રિકેટરનું પણ મોત નીપજ્યું છે, જે ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં કુલ 275 લોકોના મોત નીપજ્યા છે. 


12 જૂનના અમદાવાદથી લંડન જવા માટે ટેક ઑફ કરતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 (787 Boeing Dreamliner) ટેક ઑફ કરવાની અમુક જ મિનિટમાં ક્રૅશ થઈ ગઈ હતી. આ વિમાન બીજે મેડિકલ કૉલેજ એન્ડ સિવિલ હૉસ્પિટલના હૉસ્ટેલની બિલ્ડિંગની ઉપર પડ્યું, જેમાં પ્લેનમાં બેઠેલા 241 લોકો સહિત કુલ 275 લોકોના મોત નીપજ્યા. આમાં એક યુવા ક્રિકેટર (Dirdh Patel)નું પણ મોત નીપજ્યું છે, જે ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો.



અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં 23 વર્ષીય દીર્ઘ પટેલ પણ સામેલ છે, જે ઇંગ્લેન્ડમાં લીડ્સ મૉડર્નિયન ક્રિકેટ ક્લબ (Leeds Modernians Cricket Club) માટે રમતો હતો. તેણે હડર્સફીલ્ડ યૂનિવર્સિટીમાંથી પોતાનું સ્ટડી કમ્પ્લીટ કર્યું હતું. લીડ્સના આ ક્લબે દીર્ઘ પટેલના મૃત્યના સમાચાર પર શોક વ્યક્ત કરતા તેમના શ્રદ્ધાંજલિ આપી.


ક્લબે કહ્યું કે તેમના મૃત્યુના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. "ક્લબમાં દરેક વ્યક્તિની સંવેદના દીર્ધના પરિવાર અને તેમને ઓળખતા દરેક વ્યક્તિ સાથે છે."

એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં એરડેલ અને વ્હાર્ફેડેલ સિનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાને ટાંકીને કહ્યું, "દીર્ધ પોતાની નવી નોકરીમાં સ્થાયી થયા પછી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગતો હતો."


ખેલાડીઓએ મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું
તેમણે કહ્યું કે તેમના ભાઈ કૃતિક પહેલા પૂલ ક્રિકેટ ક્લબ માટે રમતા હતા. બંને ક્લબોએ સપ્તાહના અંતે યોજાયેલી તેમની મેચ પહેલા એક મિનિટનું મૌન પાળ્યું અને દીર્ધ પટેલને શ્રદ્ધાંજલિ આપી.

ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ અવસાન થયું
અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઘણા વિચલિત કરનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે વિમાન ઇમારત સાથે અથડાતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેઓ તેમના પરિવારને મળવા ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તેમનું પણ અવસાન થયું. સોમવાર 16 જૂને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 119 લોકોના ડીએનએ મેચ થયા છે અને 76 પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આ સિવાય સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિમાન-દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના સ્વજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલ વેરિફિકેશન રૂમમાં ગયા હતા અને સારવાર લઈ રહેલા દરદીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK