Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધોલેરા સ્માર્ટ સિટીના નામે ૭૦,૦૦૦ લોકો સાથે ૨૭૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી

ધોલેરા સ્માર્ટ સિટીના નામે ૭૦,૦૦૦ લોકો સાથે ૨૭૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી

Published : 17 June, 2025 11:33 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના બે ભાઈઓ આ ‘કરામત’ કરીને ફરાર : મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમમાં પોતે ૫૦ લાખ રૂપિયા ગુમાવ્યા, પછી પોતાનું ચીટિંગ મૉડલ ઊભુ કર્યું : કમિશન તરીકે એજન્ટોને ૧૫૦૦ કરોડ રૂપિયા વહેંચ્યા

સુભાષ બિજારણી અને રણવીર બિજારણી

સુભાષ બિજારણી અને રણવીર બિજારણી


અમદાવાદ પાસે ઊભા થઈ રહેલા ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે રાજસ્થાનના બે ભાઈઓ સુભાષ બિજારણી અને રણવીર બિજારણીએ કથિત રીતે ૭૦,૦૦૦ લોકો સાથે આશરે ૨૭૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. રાજસ્થાનના સીકર જિલ્લાના આ બે ભાઈઓએ નેક્સા એવરગ્રીન નામની એક કંપની બનાવી હતી અને ધોલેરા સ્માર્ટ સિટીમાં વધુ વળતર અને જમીનના પ્લૉટનું વચન આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી એવો આરોપ છે. તેમણે ધોલેરા શહેરના વિવિધ પ્રોજેક્ટ્સનાં ચિત્રો બતાવીને રોકાણકારોને છેતર્યા હતા.

પહેલાં જમીન ખરીદી



રણવીર બિજારણીએ સૌપ્રથમ ૨૦૧૪માં ધોલેરામાં જમીન ખરીદી હતી. નિવૃત્ત આર્મી કર્મચારી સુભાષે પણ નિવૃત્તિ પછી મળેલા ૩૦ લાખ રૂપિયામાંથી જમીન ખરીદી હતી. ત્યાર બાદ બન્ને ભાઈઓએ નેક્સા એવરગ્રીનની રચના કરી અને ૨૦૨૧માં અમદાવાદમાં એનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.


૧૩૦૦ વીઘાં જમીનનો દાવો

નેક્સા એવરગ્રીન કંપનીએ પોતાને ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ભાગ ગણાવીને દાવો કર્યો હતો કે એની પાસે ૧૩૦૦ વીઘાં જમીન છે, જેને વિશ્વકક્ષાના શહેરમાં રૂપાંતરિત કરવામાં આવશે. ૭૦,૦૦૦થી વધુ લોકોને ફ્લૅટ, પ્લૉટ અને રોકાણ-યોજનાની લાલચ આપવામાં આવી હતી અને તેમને મોટા નફાનું વચન આપવામાં આવ્યું હતું. દેશભરના રોકાણકારો પાસેથી બન્ને ભાઈઓએ લગભગ ૨૬૭૬ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ત્યાર બાદ બન્નેએ છેતરપિંડીમાંથી મળેલા પૈસાથી ૧૩૦૦ વીઘાં જમીન ખરીદી હતી.


એજન્ટોને જંગી કમિશન

આ યોજનામાં કમિશન પેટે એજન્ટોને અને અન્ય લોકોને રેફર કરવા માટે રોકાણકારોને પુરસ્કાર આપવામાં આવતા હતા જેમાં લૅપટૉપ, બાઇક અને કારનો સમાવેશ હતો. તેમણે રાજસ્થાનમાં હજારો એજન્ટો બનાવ્યા હતા અને તેમને મોટાં કમિશન મળ્યાં હતાં. કમિશન તરીકે લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.

લક્ઝરી કાર, રિસૉર્ટની ખરીદી

આટલા બધા રૂપિયા ભેગા કર્યા બાદ બન્ને ભાઈઓએ રાજસ્થાનમાં લક્ઝરી કાર, ખાણો અને હોટેલ, અમદાવાદમાં ફ્લૅટ અને ગોવામાં પચીસ રિસૉર્ટ ખરીદ્યા હતા. તેમણે ૨૫૦ કરોડ રૂપિયા રોકડા કરી લીધા હતા અને બાકીના પૈસા ૨૭ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ તેમણે બધી ઑફિસો બંધ કરી દીધી હતી અને નાસી છૂટ્યા હતા.

જોધપુરમાં કેસ નોંધાયો

૨૦૨૩ની શરૂઆતમાં નેક્સા એવરગ્રીન અચાનક બંધ થઈ ગઈ. રોકાણકારો કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તો બન્ને ભાઈઓ ગાયબ થઈ ગયા હતા. આ છેતરપિંડી વિશે રાજસ્થાનના જોધપુરમાં પોલીસે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી હતી. ત્રણ એજન્ટ મેઘ સિંહ, શક્તિ સિંહ અને સુરેન્દ્ર સિંહને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય આરોપીઓ સુભાષ અને રણવીર હજી પણ ફરાર છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નેક્સા એવરગ્રીન છેતરપિંડી સંબંધિત મની લૉન્ડરિંગ તપાસના સંદર્ભમાં જયપુર, સીકર, ઝુંઝુનુ અને અમદાવાદમાં પચીસ સ્થળોએ સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ-ઑપરેશનમાં ૨.૦૪ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

પોતે છેતરાયા, લોકોને છેતર્યા

બન્ને ભાઈઓએ અગાઉ એક ચેઇન-સિસ્ટમ કંપનીમાં ૫૦ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ નુકસાન કદાચ તેમના માટે એક ફૉર્મ્યુલા બની ગયું અને તેમણે પોતાનું ચેઇન-મૉડલ સ્થાપિત કર્યું, ફક્ત આ વખતે પૅકેજિંગ અને સ્થાન હાઈ-પ્રોફાઇલ હતાં અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શું છે?

ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કેન્દ્ર અને ગુજરાત વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે. આ ભારતની પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી છે અને દિલ્હી (૯૨૦ ચોરસ કિલોમીટર) કરતાં બમણું કદ ધરાવે છે. અહીં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અને બહુરાષ્ટ્રીય કંપનીઓની ઑફિસો બનાવવામાં આવી રહી છે. એ ૨૦૪૨ સુધીમાં વિકસિત થવાની
અપેક્ષા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 11:33 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK