Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટના `પર્સનલ હિરો` હતા ઈલાબેન ભટ્ટ

અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટના `પર્સનલ હિરો` હતા ઈલાબેન ભટ્ટ

03 November, 2022 10:34 AM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વર્ષ 2018માં હિલેરી ક્લિન્ટને અમદાવાદ ખાતે સેવાની મુલાકાત લીધી હતી અને ઈલાબેન ભટ્ટની કામગીરીને બિરદાવી હતી.

હિલેરી ક્લિન્ટને અમદાવાક ખાતે સેવાની મુલાકાત લીધી હતી (તસવીર: ટ્વિટર)

હિલેરી ક્લિન્ટને અમદાવાક ખાતે સેવાની મુલાકાત લીધી હતી (તસવીર: ટ્વિટર)


સેવાના સ્થાપક, પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત અને રેમન મૅગ્સેસે અવૉર્ડ સિદ્ધ કરનાર દુનિયાના પ્રથમ ગુજરાતી મહિલા ઇલાબેન ભટ્ટ(Ela Bhatt)નું ગત રોજ એટલે કે 2 નવેમ્બરના રોજ નિધન થયું છે.  માત્ર ગુજરાતની જ નહીં પણ દેશની હજારો મહિલાને આત્મનિર્ભર બનાવનાર ઈલાબેન ભટ્ટથી અમેરિકના ફોર્મર ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન (Former First Lady Of US, Hillary Clinton)પ્રભાવિત થયા હતાં. તેમજ હિલેરીએ તેમના કામની પ્રશંસા કરી ઈલાબેન ભટ્ટને `પર્સનલ હિરો` કહ્યાં હતાં. 

વર્ષ1995માં અમેરિકન ભુતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટનના પત્ની હિલેરી ક્લીન્ટ ભારત આવ્યાં હતાં. ત્યારે બંને વચ્ચે પ્રાથમિક મુલાકાત થઈ હતી. ત્યાર બાદ 2018માં મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન સમારોહમાં હાજરી આપવા હિલેરી ક્લિન્ટન ફરી ભારત આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે અમદાવાદ ખાતે સેવાની રૂબરૂ મુલાકાત લીધી હતી. 




સેવાની મુલાકાત બાદ હિલેરી ક્લિન્ટન ઈલાબેન ભટ્ટથી ખુબ જ પ્રભાવિત થયા હતાં. તે સમયે તેમણે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખી ઇલાબેનની કામગીરી બિરદાવી હતી. હિલેરીએ લખ્યું હતું કે, `મારા અંગત હીરો પૈકીના એક ઈલા ભટ્ટ છે, જેમણે 46 વર્ષથી ભારતમાં મહિલાઓને માઈક્રોલોન્સ પૂરી પાડી છે. તેમનું કાર્ય એ સિદ્ધાંતને સાર્થક કરે છે કે દરેક વ્યક્તિને પોતાના સપના પુરા કરવા ભગવાને આપેલી સક્ષમતાનો ઉપયોગ કરવાની તક હોવી જોઈએ.`
 
ગાંધી વિચારધારામાં અતુટ વિશ્વાસ ધરાવનાર ઈલાબેનનો દીપ 90 વર્ષે બુઝાઈ ગયો છે. પરંતુ તેમના દીપનું અજવાળું ક્યારેય નાશ નહીં પામે. તેમણે દેશ અને દુનિયામાં આપેલા સંદેશની પ્રેરણા હંમેશા દરેક લોકોમાં પ્રજ્જવલિત રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2022 10:34 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK