Rich Thief Arrested: આરોપી ચોર રોહિત સોલંકીએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને અરહાન રાખ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના વાપીમાં થયેલી એક લાખ રૂપિયાની ચોરીના કેસમાં (Rich Thief Arrested) પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જો કે જ્યારે આ મામલે પોલીસે ચોરની વધુ તપાસ કરવાનું શરૂ કર્યું ત્યારે તો અધિકારીઓ પણ ચોરની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જાણીને એકદમ દંગ થઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકી લક્ઝરિયસ અને ફાઈવ સ્ટાર્સ હૉટલમાં રહેતો હતો અને ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો.
ગુજરાત પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકીએ (Rich Thief Arrested) અનેક રાજ્યોમાં ચોરી કરી છે. જુલાઈ મહિનામાં આરોપી ચોર રોહિત કનુભાઇ સોલંકીએ વાપીમાં એક લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાની ફરિયાદ મળતા તરત જ પોલીસ દ્વારા ચોરની શોધ શરૂ કરવામાં આવી અને થોડા સમય બાદ ચોરીના આરોપસર પોલીસે રોહિતની ધરપકડ કરી હતી. પોલીસે રોહિતની પૂછપરછ કરતાં સામે આવ્યું કે રોહિત ચોરીના પૈસાથી એકદમ લક્ઝરી લાઈફસ્ટાઈલનો આનંદ માણતો હતો. 19 કરતાં વધુ ચોરી કરી છે એવું પણ આરોપી રોહિતે કબૂલ્યું હતું. રોહિતે વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાલમાં એક, તેલંગાણામાં બે, આંધ્ર પ્રદેશમાં બે, મધ્ય પ્રદેશમાં બે અને મહારાષ્ટ્રમાં એક ઠેકાણે ચોરી કરી હતી.
ADVERTISEMENT
આરોપી રોહિતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં (Rich Thief Arrested) વધુ છ ચોરીઓ કર્યાની પણ કબૂલાત તેણે આપી હતી. આરોપી રોહિત સામે અનેક રાજ્યોમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે રોહિત સોલંકીએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને અરહાન રાખ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રોહિત સોલંકીએ ચોરીના પૈસાથી મુંબઈ નજીક આવેલા મુંબ્રા વિસ્તારમાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો આલીશાન ફ્લૅટ ખરીદ્યો હતો, જેમાં તે રહેતો હતો. આ સિવાય તેની પાસે લાખો રૂપિયાની એક ઑડી કાર પણ હતી. આ કારને લઈને તે અનેક વખત ડ્રાઇવ પર પણ જતો હતો.
વલસાડ પોલીસે જણાવ્યું હતું કે રોહિત લક્ઝરી હૉટલ્સમાં (Rich Thief Arrested) રહેતો હતો, ફ્લાઇટમાં મુસાફરી કરતો હતો અને ચોરી કરવા માટે હૉટલની કેબ બુક કરવી ઘટના સ્થળે પહોંચતો હતો. ચોરી કરતા પહેલા તે સોસાયટીઓમાં જઈને દિવસ દરમિયાન આસપાસની પરિસ્થિતિ અને લોકો પરર નજર રાખતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી રોહિત મુંબઈના ડાન્સ બાર અને નાઈટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે અને તેને ડ્રગ્સની લત પણ છે. તે મોજ મસ્તી કરવા માટે દર મહિને દોઢથી બે લાખ લાખ રૂપિયા જેટલા પૈસા ખર્ચ કરે છે. આ પૈસા મેળવવા માટે તે મોટી મોટી સોસાયટીમાં ચોરીઓ કરતો હતી જે હવે પકડાઈ ગયો છે અને તેની સાથે વધુ કેટલા લોકો સામેલ છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.