Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધોરાજી અને વલસાડમાં BJPના ઉમેદવારો સામે પોસ્ટર, પત્રિકા વૉર

ધોરાજી અને વલસાડમાં BJPના ઉમેદવારો સામે પોસ્ટર, પત્રિકા વૉર

27 March, 2024 08:36 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ વલસાડ લોકસભાના BJPના ઉમેદવાર ધવલ પટેલ સામે પણ આયાતી ઉમેદવારનું લેબલ લગાવીને સોશ્યલ મીડિયામાં પત્રિકા વાઇરલ થઈ છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પોરબંદર અને વલસાડ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર સામે પોસ્ટર અને પત્રિકા વૉર ચાલી રહ્યું છે. આ બાબતે BJPએ આરોપ કર્યો હતો કે કૉન્ગ્રેસ હાર ભાળી જતાં આ બધું કરી રહી છે. સામે કૉન્ગ્રેસે આની પાછળ BJPના આંતરિક વિખવાદને કારણભૂત ગણાવ્યો હતો.  પોરબંદર લોકસભા બેઠકમાં આવતા ધોરાજીમાં પોરબંદર બેઠકના BJPના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કૉન્ગ્રેસના લલિત વસોયાના ફોટો સાથેનાં પોસ્ટરો ગઈ કાલે કેટલીક જાહેર સ્થળોએ લાગ્યાં હતાં. ‘આપણું કામ આવતાં પાંચ વર્ષમાં કોણ કરી શકશે’, ‘પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર’, ‘પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર’ જેવાં લખાણો સાથેનાં પોસ્ટરો લાગ્યાં હતાં. જોકે પછી એ હટાવી લેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વલસાડ લોકસભાના BJPના ઉમેદવાર ધવલ પટેલ સામે પણ આયાતી ઉમેદવારનું લેબલ લગાવીને સોશ્યલ મીડિયામાં પત્રિકા વાઇરલ થઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 08:36 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK