Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટ પહેલાં વૉડકા શૉટ લે છે એ વાતને મનોજ બાજપાઈએ આપ્યો નકાર

શૂટ પહેલાં વૉડકા શૉટ લે છે એ વાતને મનોજ બાજપાઈએ આપ્યો નકાર

28 April, 2024 07:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે તેની ‘જોરમ’ રિલીઝ થઈ હતી. એમાં તેના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ હતી

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


મનોજ બાજપાઈ શૂટિંગ દરમ્યાન વૉડકાનો શૉટ લે છે એ વાતનું તેણે ખંડન કર્યું છે. ગયા વર્ષે તેની ‘જોરમ’ રિલીઝ થઈ હતી. એમાં તેના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેને જાણ થઈ કે લોકોને તેના માટે ખોટી ધારણા બંધાઈ છે. એ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘હું ‘જોરમ’નું શૂટિંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન એક કો-સ્ટાર મારી નજીક આવી હતી અને તેણે મને કહ્યું કે ‘સર, તમારી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. મને મારા નસીબ પર વિશ્વાસ નથી બેસતો.’ મેં તેનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તેણે મને પૂછ્યું કે ‘સર, તમારા વિશે કહેવામાં આવે છે કે તમે દરેક ટેક પહેલાં એક શૉટ લો છો.’ મેં તેને પૂછ્યું કે શાનો શૉટ? તો તેણે જણાવ્યું કે મને દર થોડા કલાકે નાની બૉટલમાંથી દારૂ પીવાની ટેવ છે. આ સાંભળતાં જ મેં તેને કહ્યું કે તું પાગલ છે. એ તો મારી હોમિયોપથીની દવા છે. લોકો વિચારે છે કે હું વૉડકાનો શૉટ લઈને સેટ પર જાઉં છું. લોકો મારી દારૂડિયામાં ગણતરી કરે છે. જોકે જણાવી દઉં કે આ હોમિયોપૅથિક દવા છે અને હું કદી પણ દારૂ નથી પીતો.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK