Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરોને ડરાવવાનો સુપર્બ આઇ​ડિયા

ચોરોને ડરાવવાનો સુપર્બ આઇ​ડિયા

28 April, 2024 11:45 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ઘરની ગૅલેરીમાં કોઈ બેઠું છે એવું લાગે એ રીતે કપડાં પહેરેલું પૂતળું મૂકવામાં આવે છે : રોજ એની પો​ઝિશન અને કપડાં બદલવામાં આવે છે જેથી ચોરોને એ પૂતળું હોવાનો ખ્યાલ ન આવે

વસઈમાં ઘરની બાલ્કનીમાં માણસનું પૂતળું રાખીને ચોરોથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વસઈમાં ઘરની બાલ્કનીમાં માણસનું પૂતળું રાખીને ચોરોથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


ચોરી કરવા માટે ચોરો અનેક રસ્તા અપનાવતા હોય છે ત્યારે તેમનાથી બચવા અને ઘરની સુરક્ષા કરવા આપણે દરવાજાને તાળું મારતા હોઈએ છીએ. આમ છતાં ચોરી થતી હોય છે એટલે લોકોમાં ડર રહેતો હોય છે. જોકે હવે ચોરોને ડરાવવા વસઈના એક પરિવારે અનોખો આઇ​ડિયા શોધી કાઢ્યો છે. તેમણે પોતાના બંગલાની ગૅલરીમાં માણસ જેવા દેખાતા પૂતળાને મૂક્યું છે. એના પર નજર પડે તો એવું જ લાગે કે ઘરની કોઈ વ્યક્તિ ત્યાં આવીને બેસી છે. એને કારણે ચોરો એ ઘરની આસપાસ ફરકતા નથી. આ આઇડિયાને હવે આ વિસ્તારના અન્ય લોકો પણ અજમાવી રહ્યા છે છે.  
વસઈ-વેસ્ટમાં ઘણાં જૂનાં નાનાં ગામો આવેલાં છે. આ ગામોમાં રમણીય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બંગલાઓ અને ઘરો હોય છે. સ્થાનિક લોકો હવેલી જેવા બંગલામાં રહે છે. રાતના સમયે આ વિસ્તારોમાં લોકોની અવરજવર ખૂબ ઓછી થઈ જતી હોવાથી એનો લાભ લઈને ગામમાં ચોર અને લૂંટારાઓ ફરતા હોય છે એટલે ચોરીના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરા હોવા છતાં ચોરો મોઢું છુપાવીને બંગલામાં ચોરી કરવા આવે છે. એથી વસઈના પરિવારોએ આવા ચોરોથી બચવા અનોખી રીત શોધી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 11:45 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK