Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૃક્ષોના ટ્રિમિંગના નામે મજબૂત ડાળીઓનું આડેધડ કટિંગ શા માટે?

વૃક્ષોના ટ્રિમિંગના નામે મજબૂત ડાળીઓનું આડેધડ કટિંગ શા માટે?

28 April, 2024 11:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડમાં પોતાની સોસાયટીની બહાર આવું થતું જોયું એટલે એક ગુજરાતી રહેવાસીઓએ આ કામ રોકાવડાવ્યું

મલાડના માર્વે રોડ

મલાડના માર્વે રોડ


ચોમાસામાં વરસાદ અને હવાને લીધે વૃક્ષો તૂટી પડવાની ઘટના બને છે એને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મુંબઈના રસ્તાઓની સાથે પ્રાઇવેટ સોસાયટીઓમાં આવેલાં વૃક્ષોની છટણી કરવામાં આવે છે. અત્યારે મુંબઈમાં વૃક્ષોની છટણી કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વૃક્ષની જોખમી ડાળીઓને બદલે ગઈ કાલે મલાડ-વેસ્ટના માર્વે રોડ પર વર્ષો જૂના વૃક્ષની મોટી ડાળીઓ પણ કાપી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. વૃક્ષની છટણી કરવા માટે પહોંચેલા BMCના કૉન્ટ્રૅક્ટરના માણસોએ પોતાની સોસાયટીની બહારના મજબૂત વૃક્ષની ડાળ કાપી નાખી હોવાનું જોયા બાદ એક રહેવાસીએ છટણીનું કામ અટકાવીને બાકીનાં વૃક્ષોને બચાવ્યાં હતાં.

મલાડના માર્વે રોડ પર આદર્શ દુગ્ધાલય પાસે આવેલી સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા મનીષ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારના ૧૦ વાગ્યે વૃક્ષોની છટણી કરવા માટે BMCના કૉન્ટ્રૅક્ટરના માણસોએ ચોમાસામાં તૂટવાની શક્યતા હોય એવી ડાળીઓની સાથે મજબૂત ડાળીઓ પણ કાપી નાખી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. આથી મેં છટણી કરનારાઓને રોક્યા હતા. આ વિસ્તાર BMCના પી-નૉર્થ વૉર્ડમાં આવે છે એટલે અહીંના ગાર્ડન વિભાગમાં ફોન કરીને છટણીને નામે વૃક્ષોની મજબૂત ડાળીઓ કાપવામાં આવી રહી છે એ રોકવાની વિનંતી કરી હતી. ચોમાસા પહેલાં જ્યારે પણ વૃક્ષોની છટણી કરવામાં આવે છે ત્યારે અમે અમારી સોસાયટી પાસે વર્ષો જૂના વૃક્ષોની સુકાઈ ગયેલી કે જોખમી ડાળીઓ કાપવાનું સામેથી કહીને કપાવીએ છીએ. આથી આવી છટણી સામે કોઈ વાંધો નથી, પણ વૃક્ષોની મજબૂત ડાળીઓ ન કપાવી જોઈએ. લોકોએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. વિરોધ કર્યા બાદ વૃક્ષની છટણીનું કામ બંધ કરીને કાપેલી ડાળીઓ અને પાંદડાં ગણતરીની મિનિટોમાં આ લોકો ઉપાડી ગયાં હતાં.’



ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ૨૯,૭૫,૦૦૦ વૃક્ષ છે. આમાંથી ૧,૪૮,૧૬૯ વૃક્ષ વિવિધ રસ્તાઓ પર આવેલાં છે એની છટણીનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અત્યાર સુધી આમાંથી ૨૨,૩૩૪ વૃક્ષોની છટણી કરી દેવામાં આવી છે અને ૧ જૂન સુધીમાં છટણીનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK