ગઈ કાલે નિર્જળા એકાદશી નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ પાણી ભરેલાં માટલાં, કેરી અને હાથપંખા અર્પણ કર્યાં હતાં
અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિર
હિન્દુ સંસ્કૃતિમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અને ધાર્મિક જનો આ એકાદશીએ ઉપવાસ રાખે છે ત્યારે ગઈ કાલે નિર્જળા એકાદશી નિમિત્તે અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ પાણી ભરેલાં માટલાં, કેરી અને હાથપંખા અર્પણ કર્યાં હતાં. આની પાછળનો ભાવ એવો છે કે પ્રભુએ ઉપવાસ કર્યો હોય એટલે તેમને ઉનાળાનું ફળ કેરી ધરાવવામાં આવે છે, પીવા માટે માટલાનું પાણી અને ગરમી લાગતી હોય એટલે હાથપંખો અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આખા વર્ષની એકાદશી તમે કરો કે ન કરી શકો, પણ એક નિર્જળા એકાદશી કરો તો તેમને ૧૨ મહિનાની એકાદશી જેટલું પુણ્ય મળે છે. તસવીર ઃ જનક પટેલ.

