Gujarat News: અમદાવાદથી લગભગ 10 કિમી પહેલાં આ અકસ્માત સર્જાયો છે. બંને વાહનો વચ્ચે અથડામણ થયા બાદ તે સળગી ગયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ નેશનલ હાઇવે પરથી દર્દનાક સમાચાર (Gujarat News) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ૧૦ કિલોમીટર પહેલાં નેશનલ એક્સપ્રેસ હાઇવે પર બે ટ્રકની ટક્કર થઈ હતી. આ ટક્કર થયા બાદ બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી.
એક્સપ્રેસ વે ૧પર ટ્રાફિક ખોરવાયો હતો. અહેવાલો સૂચવી રહ્યા છે કે અમદાવાદથી લગભગ 10 કિમી પહેલાં બે ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી અને આગ લાગી હતી, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી લગભગ 10 કિમી પહેલાં આ અકસ્માત સર્જાયો (Gujarat News) છે. બંને વાહનો વચ્ચે અથડામણ થયા બાદ તે સળગી ગયાં હતાં. આગ લાગવાથી ગુરુવારે સવારે નેશનલ એક્સપ્રેસવે 1 પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
#WATCH | Gujarat | On National Expressway 1, about 10 km before Ahmedabad, two trucks caught fire after a collision. Firefighting continues. More details are awaited. pic.twitter.com/w3lisiu2Pk
— ANI (@ANI) June 5, 2025
આ ઘટના મુદ્દે એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ઘટના સવારે લગભગ 4:15 વાગ્યાની આસપાસ બની હતી. અહીં એક પાર્ક કરેલી ટ્રકને અન્ય વાહન દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવી હતી. જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. એએનઆઈ સાથે વાત કરતા ફાયર ઓફિસરે વધુ માહિતી શેર કરતાં કહ્યું હતું કે, "આજે સવારે લગભગ 4:15 વાગ્યાની આસપાસ એક ટ્રક પાર્ક કરવામાં આવી હતી જ્યારે બીજી ટ્રકે પાછળથી આવીને ટક્કર (Gujarat News) મારી હતી. બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. હાલમાં આ આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આ એક્સિડન્ટની ઘટનામાં એક ટ્રક ડ્રાઈવર ઘાયલ થયો છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે"
હાલમાં માત્ર આ એક જ ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. અન્ય કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇજાઓ થયા બાદ તુરંત જ ટ્રક ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા પણ મળી છે.
બંને વાહનો સંપૂર્ણપણે બળી ગયા છે. અધિકારીઓએ કહ્યું છે કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે હજી તો ગયા જ મહિને આવા જ એક સમાચાર (Gujarat News) મળ્યા હતા. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેણાંક મકાનના આઠમા માળે આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લગવાને કારણે બિલ્ડિંગ તેમ જ આસપાસનાં વિસ્તારમાં ભયનોં માહોલ સર્જાયો હતો. 22 મેના રોજ સુભાષ ચોકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેનાં વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. ઘટના સ્થળના દૃશ્યોમાં બિલ્ડિંગમાંથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
અમદાવાદ નેશનલ હાઇવે પાસે બનેલી આજની ઘટના વિષે પણ વધુ માહિતી તપાસ બાદ સામે આવી શકે છે.

