Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ, આપ્યું આ કારણ

કૉંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ, આપ્યું આ કારણ

26 April, 2024 06:53 PM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: નિલેશ કુંભાણીના નામે ત્રણ અરજી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ નિલેશ કુંભાણી ગુમશુદા છે. જો કે, કૉંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

નિલેશ કુંભાણી (ફાઈલ તસવીર)

નિલેશ કુંભાણી (ફાઈલ તસવીર)


નિલેશ કુંભાણી સુરત લોકસભા સીટ માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. જોકે, સુરત બેઠક પરથી કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવામાં આવ્યું. આ બેઠક માટેનું તેમનું નામાંકન પત્ર રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા. આખરે ભાજપા ઉમેદવાર બિનહરીફ રીતે વિજયી જાહેર થયા. આ ઘટનાક્રમ બાદ કુંભાણી ગાયબ છે. અટકળો હતી કે તે ભાજપમાં જોડાશે. ત્યાર બાદ તેઓ ન તો પાર્ટી ઑફિસ ગયા છે કે ન તો બીજે કશે મળ્યા છે. કૉંગ્રેસ નેતા પ્રતાપ દુધાતેએ નિલેશ કુંભાણીને જાહેરમાં ધમકી આપી છે જેને કારણે સુરતમાં તેમની પત્ની હાલ જ્યાં છે ત્યાં પણ પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. કૉંગ્રેસ માને છે કે કુંભાણીએ ભૂલ કરી હતી. સુરતની ભાજપ બેઠક સુરક્ષિત છે. 

તાજેતરની લોકસભા ચૂંટણી 2024માં પાર્ટીએ તેને પાંચ લાખથી વધુ મતોથી જીતી છે. ભાજપે આ વખતે સુરત બેઠક બિનહરીફ જીતી છે. જ્યારે બાકીનામાં ગુજરાત 7મી મેના રોજ મતદાન થશે, ત્યારે સુરતના મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે તેઓને પહેલાથી જ મતદાન વિના ભાજપના લોકસભા સાંસદ મળી ચૂક્યા છે.



લોકસભા ચૂંટણી 2024 પહેલા જ બીજેપીએ સૂરતની સીટ પર જીત હાંસલ કરી લીધી છે. સૂરતની લોકસભા સીટ પરથી કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફૉર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું. તેનું કારણ એ હતું કે નિલેશ કુંભાણીના નામે ત્રણ અરજી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ નિલેશ કુંભાણી ગુમશુદા છે. જો કે, કૉંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આજે સમિતિની બેઠકમાં ચર્ચા બાદ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.


`તમે નાટકીય ઠબે ગાયબ થઈ ગયા છો`
કૉંગ્રેસ તરફથી જાહેર પત્રમાં કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણીને સંસદીય ટિકિટ આપી છે. પાર્ટી સૌરાષ્ટ્રના અનેક પાટીદાર અને સૂરતમાં વસતાં અન્ય સૌરાષ્ટ્રના લોકોના પ્રતિનિધિ તરીકે પોતાનો અવાજ ઉઠાવવા માટે તેના પર વિશ્વાસ કરી રહી હતી. એ પણ કહેવામાં આવ્યું કે તમારા ફૉર્મને રદ કરવામાં તમારા તરફથી કરવામાં આવેલી બેદરકારી અથવા ભાજપ સાથેની મિલીભગત સ્પષ્ટ દેખાય છે. જો કે, પ્રાકૃતિક ન્યાય અને સિદ્ધાંત પ્રમાણે, સમિતિએ તમને હાજર રહેવા અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો. તમે નાટકીય રીતે ગેરહાજર રહ્યા અને તમે તમારી તરફથી કંઇપણ ખુલાસો નથી કર્યો. આથી પાર્ટીએ છ વર્ષ માટે તમને સસ્પેન્ડે કરવાનો નિર્ણય લીધો છે.

`આ ઘટનાને ઇતિહાસમાં કાળા અક્ષરોમાં લખવામાં આવશે`
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારું ફોર્મ રદ્દ થવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અને અન્ય પક્ષના ઉમેદવારોને લોભ, લાલચ, ડર અને હેરાનગતિ આપીને તમામ ફોર્મ પરત ખેંચી લોકશાહીનું ખૂન કર્યું છે. મતદારોને ચૂંટણી સમયે મતદાન કરવાનો પવિત્ર અધિકાર છે. સુરતની ઘટનાએ ભારતીય જનતા પાર્ટીના મતદાન અધિકાર પર તરાપ મારી છે અને તે લોકશાહીના ઈતિહાસમાં શરમજનક કાળા અક્ષરે નોંધાશે. (Lok Sabha Election 2024)


`અત્યંત શરમજનક ઘટના`
લોકશાહીની સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા 18 વર્ષના યુવા મતદારો પણ નિરાશ થયા હોવાનું પણ ઉમેરાયું છે. આ પ્રકારની સ્થિતિ અત્યંત શરમજનક છે. તમે જાણતા જ હશો કે સુરતની જનતાની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ તમારી સામે ખૂબ જ નારાજ છે અને લોકો સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ તમારા વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેથી, શિસ્ત સમિતિએ તમને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

કેવી રીતે ચાલ્યો રાજકીય ડ્રામા
આ સમગ્ર રાજકીય નાટક પર નજર કરીએ તો. આ મામલો શનિવારે 20 એપ્રિલે પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ 21મી એપ્રિલને રવિવારે બપોરે રિટર્નિંગ ઓફિસર કલેક્ટર ડો. સૌરભ પારધીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારના ફોર્મ પણ રદ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થયા બાદ કોંગ્રેસે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ કોર્ટમાં જશે. પરંતુ નિલેશ કુંભાણી રવિવારે જ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા બાદ ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે પણ હજુ સુધી કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 06:53 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK