Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સગીરાની જાતીય સતામણી કરવા બદલ પિતાની ધરપકડ, જાણો શું છે આખો મામલો

સગીરાની જાતીય સતામણી કરવા બદલ પિતાની ધરપકડ, જાણો શું છે આખો મામલો

06 May, 2024 04:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sexual Assault on minor girl: 27 વર્ષનો આરોપી પિતા બેરોજગાર હતો અને તેની પત્ની કામ પર જતી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈમાં વધુ એક સગીરા પર તેના જ સાવકા પિતાએ અત્યાચાર (Sexual Assault on minor girl) કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે શનિવારે ગોરેગાવ (Goregaon)થી 12 વર્ષની સગીરાનું યૌન શોષણ કરવાના આરોપસર સાવકા પિતાની ધરપકડ કરી હતી અને તેની સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એન્ડ રેપ એક્ટ (POCSO ACT) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.

પોલીસની માહિતી મુજબ 27 વર્ષનો આરોપી બેરોજગાર હતો અને તેની પત્ની કામ પર જતી હતી. શનિવારે તેની પત્ની કામ પર જતાં આરોપી સાવકા પિતાએ તેના જ ઘરે પોતાની 12 વર્ષની સાવકી દીકરી (Sexual Assault on minor girl) સાથે મારપીટ કરી તેના પર બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ તેની માતાના ઘરે આવ્યા પછી દરેક બાબત જણાવી હતી. આ ઘટના સાંભળીને પીડિતાની માતાએ તેના પતિ સામે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.



પીડિતા અને તેની મમ્મીની ફરિયાદ બાદ તરત જ પોલીસ દ્વારા શનિવારે રાતે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી બળાત્કાર અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (Sexual Assault on minor girl) અધિનિયમ હેઠળની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપીની ધરપકડ કરી અને ગુનો નોંધ્યા બાદ પીડિત સગીરાની એક હૉસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.


ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં (UP Rape Case) પોતા પર થયેલા અત્યાચારની ફરિયાદ દાખલ કરવા એક 13 વર્ષની સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પણ પોલીસ સ્ટેશનના જ એક પોલીસ અધિકારીએ કથિત રીતે તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ પીડિતાએ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન આરોપી પોલીસ અધિકારીને ઇલાહાબાદ હાઇકોર્ટ (Allahabad HC) દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે પીડતાની માતાએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ગયા વર્ષે આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ અદાલતે આરોપી પોલીસકર્મીને ઇલાહાબાદ હાઇકોર્ટે આપેલા જમીનને ના મંજૂર કરવાનો ચુકાદો આપ્યો હતો.

આ મામલે આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “એક પોલીસ અધિકારી હોવા છતાં પોતાની સાથે થયેલા ગુના મામલે ફરિયાદ દાખલ કરવા માટે આવેલી સગીરા પર બળાત્કાર (Sexual Assault on minor girl) કર્યો હતો, જેથી આ મામલે આરોપીને જામીન આપવા કોઈપણ કારણે યોગ્ય નથી. અદાલતે આદેશ આપતા કહ્યું હતું કે “આરોપીએ તરત જ આત્મસમર્પણ કરવું પડશે, નહીં તો રાજ્ય સરકાર દ્વારા તેની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે જરૂરી પગલાં લેવાનો પણ આદેશ બહાર પાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK