આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનો દાવો કર્યો ગુજરાત સરકારે : દેશભરમાં ધાર્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ : વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા માટે અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ બન્યું લોકપ્રિય
ઉત્તર ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં દર્શન માટે ઊમટેલા ધાર્મિક જનો.
દર વર્ષે વિશ્વમાં આજના દિવસે વિશ્વ પ્રવાસન દિવસ ઊજવાય છે ત્યારે ગુજરાત પ્રવાસીઓ માટે હૉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે અને એમાં પણ આધ્યાત્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ છે અને ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ તથા યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ પ્રવાસીઓએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.