Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત પણ પંજાબમાં પૂર પ્રભાવિત લોકોની મદદે, ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી લઈ ટ્રેન રવાના

ગુજરાત પણ પંજાબમાં પૂર પ્રભાવિત લોકોની મદદે, ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી લઈ ટ્રેન રવાના

Published : 11 September, 2025 07:17 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે એમ પણ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે.

ગુજરાત આપદ ધર્મ નિભાવે છે

ગુજરાત આપદ ધર્મ નિભાવે છે


પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી વસ્તુઓ વિશેષ રાહત ગુજરાતથી ટ્રેન મારફતે મોકલવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૭૦ ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું. પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. પાંચ-પાંચ કરોડની સહાયના ચેક મોકલવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પંજાબના પૂર પીડિતો માટે મુશ્કેલીના સમયે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે.

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૧૦ હજાર નંગ તાડપત્રી, ૧૦ હજાર મચ્છરદાની, ૧૦ હજાર બેડશીટ અને ૭૦ ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ ૨૨ વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે ૮ હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.


તેમણે એમ પણ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે. મુખ્યમંત્રીએ આ વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું તે દરમિયાન અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્ય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટા બહેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની ભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. આસિત દવે તેમજ અન્ન નાગરિક પૂરવઠા અગ્ર સચિવ મોના ખંધાર, રાહત કમિશ્નર આલોક પાંડે, રેલવેના ડી.આર.એમ. અને રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2025 07:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK