ASI ખુશ્બુ અને રવિ રાજ ના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટમાં નવો ખુલાસો
મોત મામલે ફોરેન્સિક રિપોર્ટમાં નવો ખુલાસો
રાજકોટમાં 11 જુલાઈ ગુરૂવારે પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અને મહિલા ASI ખુશ્બુનાં આપઘાત કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. શુક્રવારે પોલીસ દ્વારા જે રૂમમાં આપઘાત કર્યું હતું ત્યાંથી વધુ એક રિવોલ્વર મળી હોવાની વાત સામે આવી રહી છે. રાજ્યમાં બહુચર્ચિત પોલીસ કોન્સ્ટેબલ અને ASI આપઘાત કેસમાં ફોરેન્સીક રિપોર્ટ આવ્યા પછી વધુ એક નવો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુસાર પહેલા ખુશ્બુએ પહેલા કોન્સ્ટેબલ રવિરાજ પર ગોળી ચલાવી હતી, ત્યારબાદ પોતે આપઘાત કર્યો હતો.
11 જુલાઇ ગુરુવારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજ જાડેજાનો ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ અને જગ્યાની પ્રાથમિક તપાસ બાદ પોલીસ અનુમાન લગાવી રહી હતી કે, રવિ રાજે સરકારી પિસ્તોલથી ખુશ્બુની હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા મોતનું રહસ્ય ઉકેલવા માટે બેલેસ્ટીક એક્સપર્ટની મદદ લેવાઈ છે.
ADVERTISEMENT
પોલીસ અત્યાર સુધી ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી હતી જે આજે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર રવિ રાજ જે હાથે ગન ચલાવી શકે તેની વિરૂદ્ધ દિશામાં ગોળી ચલાવવામાં આવી હતી અને રવિના વાગેલી ગોળી પોઈન્ટ બ્લેકથી ચલાવવામાં આવી હતી નહી. રવિ રાજને ગોળી 4 થી 5 ફૂટના અંતરથી મારવામાં આવી હતી જ્યારે ખુશ્બુના હાથલકે કપડામાંથી ગન પાવડર મળી આવ્યો છે અને તેને ગોળી પોઈન્ટ બ્લેન્ક એટલે કે એકદમ નજીકથી મારવામાં આવી હતી.
આ પણ વાંચો: જામજોધપુર: ASI ખુશ્બુની અંતિમવિધિમાં પિતા ઢળી પડ્યાં, માતા બેભાન
ફોરેન્સિક રિપોર્ટ અનુસાર રવિ રાજે આત્મહત્યા કરી ન હતી. પોલીસને જ્યારે ખુશ્બુ અને રવિ રાજનો મૃતદેહ મળ્યો ત્યારે ખુશ્બુનું માથું રવિ રાજના ખોળામાં હતો એટલે માનવામાં આવી રહ્યું છે કે, ખુશ્બુએ રવિ રાજને ગોળી મારી અને ત્યારબાદ તેના ખોળામાં માંથુ રાખીને પોતાને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી

