જામજોધપુર: ASI ખુશ્બુની અંતિમવિધિમાં પિતા ઢળી પડ્યાં, માતા બેભાન
ASI ખુશ્બુને અંતિમવિદાય
રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત-હત્યા કેસમાં રોજરોજ નવા મામલા સામે આવી રહ્યા છે. મહિલા ASI ખુશ્બુ કાનાબારના મૃતદેહને તેના વતન જામજોધપુર લાવવામાં આવ્યો હતો જ્યા તેની અંતિમવિધિ કરવામાં આવી. ખુશ્બુના ભાઈ અમરનાથ યાત્રાએ હોવાના કારણે તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા હતા. ખુશ્બુની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. ખુશ્બુની અંતિમયાત્રામાં તેના પિતા ઢળી પડ્યા હતા જ્યારે માતા બેભાન થયા હતા
પરિવારના આધારસ્તંભ સમાન દિકરીને ગુમાવતા ખુશ્બુના પરિવાર પર આભ ફાટ્યું હતું. પુત્રીના આકસ્મિક મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખુશ્બુની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો હાજર રહ્યા હતા. વિવેક કુછડિયા પણ અંતિમવિધિમા હાજર રહ્યો હતો. વિવેક કુછડિયા ખુશ્બુનો સારો મિત્ર હતો. જો કે માનવામાં આવી રહ્યું છે કે, ખુશ્બુની મોત પાછળ વિવેકનો હાથ હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ કેસમાં પોલીસને ખુશ્બુના સહકર્મી ASI વિવેક કુછડીયાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. વિવેક કુછડિયા ખુશ્બુનો બેચમેટ હતો અને પોલીસને તપાસમાં તેની પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી આવી છે. રવિરાજ સિંહ અને ખુશ્બુએ આત્મહત્યા કરી કે તેમની હત્યા થઈ હજુ પણ કહેવાય તેમ નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પરિણીત રવિરાજસિંહ અને અપરિણીત ખુશ્બુના પ્રેમપ્રકરણમાં બંને એક નહીં થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા અને આપઘાત સુધી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


