Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાવરકુંડલામાં વરસાદી ઝાપટા, પવન સાથે વરસાદ

સાવરકુંડલામાં વરસાદી ઝાપટા, પવન સાથે વરસાદ

18 May, 2019 04:27 PM IST | સાવરકુંડલા

સાવરકુંડલામાં વરસાદી ઝાપટા, પવન સાથે વરસાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાવરકુંડલામાં માવઠું થયું છે. એક તરફ આખું ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે સાવરકુંડલામાં માવઠું થયું છે. અચાનક થયેલા માવઠાંને કારણે વાતાવરણ બદલાયું છે. ગરમીનો પારો ઘટ્યો છે. લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે.

એક તરફથ ગરમીથી રાહત મળી છે, બીજી તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુક્સાન પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા હવામાન વિભાગે સૌરાષ્ટર્, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.



આ પહેલા શુક્રવારે સાંજે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાને કારણે ત્રણ પશુઓના મોત થયા છે. ભારે પવનને કારણે 50થી વધુ મકાનોના પતરા ઉડતાં નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારમએ 100થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 04:27 PM IST | સાવરકુંડલા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK