Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું

બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું

31 July, 2019 08:39 AM IST | ચીન

બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું

બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું

બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું


ચીનના ચોન્ગકિન્ગ શહેરમાં સોમવારે બપોરે બનેલી એક ઘટનાનો હૃદય થંભી જાય એવો એક વિડિયો બહાર આવ્યો છે. એમાં એક બાળક છઠ્ઠા માળની બાલ્કની પર લટકેલું હતું. વાત એમ હતી કે બાળક સૂતું હતું એટલે તેની નાની કંઈક કામસર ઘર લૉક કરીને બહાર ગયાં. એવામાં બાળક ઊઠી ગયું. તેણે ઘરમાં નાનીની શોધ કરી પણ ન મળ્યાં એટલે તે બાલ્કનીમાં આવ્યો. બાલ્કનીમાં નીચા વળીવળીને તે નાનીને બૂમો પાડી રહ્યો હતો એવામાં તેનું બૅલેન્સ ગયું અને તે નીચે પડ્યો. જોકે તેણે નીચે ન પડાય એ માટે રેલિંગ પકડી રાખી.

boy-saved



બાળકની બૂમો બિલ્ડિંગના સિક્યૉરિટીવાળાએ સાંભળી અને તરત જ તેણે શોરબકોર મચાવીની આસપાસના પાડોશીઓને એકઠા કર્યા. બાળક પગ આમતેમ ફંગોળીને બૅલેન્સ જાળવવાની કોશિશ કરતું હતું, પણ એ બહુ લાંબો સમય એમ જ ટકી શકે એવી સ્થિતિ નહોતી. કેટલાક પાડોશીઓ ઉપર તેના ઘરમાં જવા નીકળ્યા અને બીજા કેટલાક પાડોશીઓ ચાદર લઈને નીચે ઊભા રહી ગયા.


આ પણ વાંચો : ડ્રેગન ગરોળી આખેઆખા વાંદરાને ગળી ગઈ

સિક્યૉરિટી ગાર્ડના કહેવા મુજબ બાળક પૂરી ચાર મિનિટ સુધી એમ જ લટકતું રહ્યું હતું, અને આખરે જ્યારે તેનો હાથ છટક્યો ત્યારે નીચે પાડોશીઓ ચાદર લઈને તૈયાર હતા અને એમાં ક્ષેમકુશળ ઝીલાઈ પણ ગયું. પાડોશીઓની ચપળતાને કારણે અને ચાર મિનિટ સુધી રેલિંગ પકડી રાખીને મોત સામે ઝઝૂમવાના બાળકના સાહસને કારણે બાળક કોઈ જ ઈજા વિના બચી ગયું. 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 08:39 AM IST | ચીન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK