Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડ્રેગન ગરોળી આખેઆખા વાંદરાને ગળી ગઈ

ડ્રેગન ગરોળી આખેઆખા વાંદરાને ગળી ગઈ

31 July, 2019 08:34 AM IST | ઇન્ડોનેશિયા

ડ્રેગન ગરોળી આખેઆખા વાંદરાને ગળી ગઈ

ડ્રેગન ગરોળી

ડ્રેગન ગરોળી


ગરોળીની જાયન્ટ પ્રજાતિ એટલે કે કોમોડો ડ્રૅગન મૂળે ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. આ ગરોળી આઠથી દસ ફુટ જેટલી લાંબી પણ હોય છે. તાજેતરમાં દસ ફુટ લાંબી આવી ગરોળી પુખ્ત અને વિક‌સિત વાંદરાને આખેઆખો ગળી ગઈ હોય એવો વિડિયો ફરતો થયો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે ગરોળી માત્ર છ જ વાર મોં ખોલબંધ કરે છે અને આખેઆખા વાંદરાને મોંમાં ઓરી દે છે. એવું મનાય છે કે કોમોડો ડ્રૅગનના મોંમાં ફસાયેલા શિકારના શરીરમાં એના દાંત ઘૂસે એટલે એનું ઝેર શિકારને નિર્જીવ કરી નાખે છે. કદાચ એટલે જ પુખ્ત વાંદરાને આ ગરોળી ગઈ જઈ શકી હતી.

આ પણ વાંચો : ટીનેજર રોજ 8 કલાક ઑનલાઇન ગેમ રમીને જીત્યો 7.7 કરોડ રૂપિયા



ઇન્ડોનેશિયાના ટાપુઓ પર કોમોડો ડ્રૅગન પુષ્કળ જોવા મળે છે. આ પ્રાણીઓ ભૂંડ, નાનાં હરણ અને સાપ જેવા પ્રાણીઓનો સહેલાઈથી કોળિયો કરી જાય છે. વિશ્વની જાયન્ટ ગરોળીની પ્રજાતિ ભાગ્યે જ માણસોનો શિકાર કરે છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આ પ્રજાતિની ગરોળીઓ ચાર માણસોને ગળી ગઈ હોવાનું નોંધાયું છે. એવું કહેવાય છે કે જો એક વાર આ ગરોળીના દાંત શરીરમાં ખૂંપી ગયા હોય એ પછીથી શિકાર મોંમાંથી બચીને ભાગી નીકળે તોપણ બ્લડ-પૉઇ‌ઝનિંગને કારણે એ બચી શકતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 08:34 AM IST | ઇન્ડોનેશિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK