Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ધારાવીમાં મળ્યા કોરોનાના નવા 23 કેસ

મુંબઈ: ધારાવીમાં મળ્યા કોરોનાના નવા 23 કેસ

16 July, 2020 12:09 PM IST | Mumbai
Agencies

મુંબઈ: ધારાવીમાં મળ્યા કોરોનાના નવા 23 કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધારાવીમાં કોવિડ-19માં ગઈ કાલે વધુ ૨૩ કેસ નોંધાવા સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૪૧૫ થઈ હતી, જે લગભગ છેલ્લા એક મહિનામાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

ધારાવીમાં લગભગ ચાર અઠવાડિયાં પછી પહેલી જ વાર ૨૦ કરતાં વધુ કેસ નોંધાયા હોવાનું બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ૧૮ જૂનથી ધારાવીમાં રોજના નવા કોવિડ સંક્રમિતોની સંખ્યા ૨૦ કરતાં ઓછી નોંધાઈ રહી છે, અનેક દિવસો સુધી નવા કેસનો આંકડો એકાંકી પણ નોંધાયો છે અને સાતમી જુલાઈએ આ વિસ્તારમાં માત્ર એક કેસ નોંધાયો હતો. જોકે પાલિકાએ ગયા મહિનાથી ધારાવીમાં કોરોનાના મૃતકોની સંખ્યા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.



એક અધિકારીએ જણાવ્યા અનુસાર ધારાવીમાં માત્ર ૯૯ ઍક્ટિવ કોવિડ-19 કેસ છે, જ્યારે કે ૨૦૬૭ દર્દીઓ કોવિડ-19ની સારવાર બાદ સાજા થઈ ગયા છે. ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ધારાવીમાં કોવિડ-19ના ફેલાવાને અટકાવવા અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 12:09 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK