ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ વાપરો. પસીનો ગંધાય નહીં એ માટે તીવ્ર વાસવાળી ચીજો જેમ કે કાંદા, લસણ ખાવાનું ઓછું કરવું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૯ વર્ષ છે. ટૂંક સમયમાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. મેં અત્યાર સુધી ખાસ કારણોસર છોકરાઓથી ડિસ્ટન્સ રાખ્યું હતું. મારે બૉયફ્રેન્ડ્સ તો હતા અને તેમને ક્લોઝ આવવાનું બહુ મન પણ હતું, પણ હું કદી તેમને આવવા દેતી નહીં. એનું કારણ એ છે કે મને ખૂબ જ પસીનો થાય છે. હું ઑફિસ જતાં પહેલાં કપડાં પર પરફ્યુમ છાંટીને નીકળું છું. એ પછી પણ દિવસમાં ચારથી પાંચ વખત ડીઓ છાંટવું પડે. ખૂબબધો પાઉડર છાંટું છું તો પણ પસીનો તો થાય છે. વાસને કારણે મને પોતાને કમ્ફર્ટેબલ ફીલ નથી થતું. લગ્ન પછી આનો શું ઉકેલ લાવવો એ સમજાતું નથી. અત્યાર સુધી હું લગ્ન ટાળતી રહી, પણ હવે છૂટકો નથી. વધુ પસીનાને કારણે મારું લગ્નજીવન ખોરંભાઈ જશે એની ચિંતા થાય છે.અંધેરી
પસીનો વધારે થાય એ ચાલે, પણ એમાંથી બદબૂ ન આવવી જોઈએ. ઘણી વાર તો રિલેશનશિપ દરમ્યાન વળેલો પસીનો એકબીજાને વધારે ઉત્તેજિત કરે છે. જોકે અત્યારે વાત બદબૂની છે એટલે સૌથી પહેલાં સુગંધી પાઉડર છાંટવાનું બંધ કરો અને દિવસમાં બે વાર નહાવાનું રાખો. ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ વાપરો. પસીનો ગંધાય નહીં એ માટે તીવ્ર વાસવાળી ચીજો જેમ કે કાંદા, લસણ ખાવાનું ઓછું કરવું. પસીનામાં ગંધ ન આવે એ માટે સ્ટમક અપસેટ ન રહે એ પણ ઘણું મહત્વનું છે. એક વાત સમજો કે સારી સેક્સલાઇફ માટે સુગંધ કરતાં પણ વધુ અગત્યની છે સ્વચ્છતા. સુગંધથી સેક્સનાં કેન્દ્રો જેમ ઉત્તેજિત થાય છે એમ વાસથી એના પર વિપરીત અસર પડે છે. એટલે જ માત્ર સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરી રાખવાનું યોગ્ય નથી. સ્વચ્છતા પર વધુ ભાર આપવો જરૂરી છે. રોજ રાતે સૂતા પહેલાં કપડાં બદલવાં મસ્ટ છે. દિવસે પણ કપડાં કૉટનનાં અને લૂઝ પહેરવાં જેથી પરસેવો થાય તો પણ સુકાઈ જાય. કૉટન ફૅબ્રિકથી ગરમી ઓછી લાગશે અને પસીનો કપડાંમાં સહેલાઈથી ચુસાઈ જશે. તમે ખોટી સુગંધ ઊભી કરવાનો પ્રયત્ન કરવાને બદલે સ્વચ્છતાના રાહને અપનાવો. રાત્રે ફ્રેશ ફીલ કરવા માટે સૂવાના જસ્ટ પહેલાં ઠંડા પાણીથી નહાવાનું રાખવું.


