.કોઈ પણ ઍડલ્ટ સ્રી-પુરુષ માટે મૅસ્ટરબેશન કરવું એ હેલ્ધી બાબત છે.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૧ વર્ષ છે. હું કૉલેજના લાસ્ટ યરમાં સ્ટડી કરું છું. હું સત્તર વર્ષનો હતો ત્યારથી મૅસ્ટરબેટ કરવા લાગ્યો હતો. એ પછી તો મજા આવતી હતી એટલે વારંવાર એમ કરવાની આદત પડી. શરૂઆતમાં સફેદ પાણી નહોતું નીકળતું, પણ એક-બે વરસ પછી અચાનક જ મૅસ્ટરબેટ પછી પાણી એટલે કે સ્પર્મ નીકળવા લાગ્યું. શરૂ-શરૂમાં ખૂબ ડરી ગયો હતો, પણ પછી એ નૉર્મલ છે એવું સમજાયું. હમણાં થોડા સમય પહેલાં મારું ધ્યાન ગયું અને ખબર પડી કે મારી એક ટેસ્ટિકલ મોટી અને નીચે તરફ નમી ગયેલી છે. શું આ કોઈ સેક્સ્યુઅલ બીમારી છે? છેલ્લા છ મહિનાથી મને બીજી તકલીફો થવાની શરૂ થઈ છે. જેમ કે મારા માથામાં પાંચ-છ વાળ પણ સફેદ થઈ ગયા છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે જે છોકરાના શરીર પર વધુ વાળ હોય તેની કામશક્તિ વધારે હોય, પણ મારા શરીર પર આછા વાળ છે. શું નાની ઉંમરે મૅસ્ટરબેટ કરીને સ્પર્મનો વ્યય કરી દીધો એને કારણે આ બધું થતું હશે? મારાં મૅરેજ પણ હજી ચાર-પાંચ વર્ષ નથી થવાનાં. પ્લીઝ ગાઇડ કરશો. કાંદિવલી
તમે જે પણ કરી રહ્યા છો એ એકદમ નૉર્મલ છે. ૧૪થી ૧૬ વર્ષની વય પ્યુબર્ટીની એજ કહેવાય. એ દરમ્યાન શરીરમાં સેક્સ-હૉર્મોન્સનું પ્રમાણ વધે છે. એને કારણે આપમેળે વિજાતીય વ્યક્તિ પ્રત્યે ખેંચાણ થાય, એક્સાઇટ કરે એવા વિચારો આવવાનું શરૂ થાય અને પેનિસમાં ઉત્થાન અને સ્પર્મ બનવાનું શરૂ થાય. જો આ તબક્કે તમે મૅસ્ટરબેશન કરીને સ્પર્મ બહાર ન કાઢો તો રાત્રે ઊંઘમાં જ એ નીકળી જાય છે. એનો સીધો એક મતલબ એ કે સ્પર્મને તમે ધારો તોય સ્ટોર ન કરી શકો.કોઈ પણ ઍડલ્ટ સ્રી-પુરુષ માટે મૅસ્ટરબેશન કરવું એ હેલ્ધી બાબત છે. વધુ પડતું મૅસ્ટરબેશન જેવું કંઈ હોતું જ નથી એટલે રોજ મૅસ્ટરબેશન કરવાથી તમે નાની ઉંમરમાં ઘરડા થઈ ગયા છો એવું માનવું પણ ભ્રમભરેલું છે. કદાચ આ ચિંતાને કારણે તમારા વાળ સફેદ થવા લાગ્યા હોઈ શકે. એટલે ચિંતા છોડો. બીજું, આમેય બે ટેસ્ટિકલ એક લાઇનમાં નથી હોતી. એટલે એક તરફ ઝુકાવ હોય એ સહજ અને નૉર્મલ છે. નાહકની ચિંતા છોડશો તો જુવાની આપમેળે પાછી આવી ગયેલી લાગશે.