ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > દુનિયાભરમાં ટ્વિટર ડાઉન: હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો

દુનિયાભરમાં ટ્વિટર ડાઉન: હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો

01 March, 2023 05:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સમય દરમિયાન, ઘણા વપરાશકર્તાઓએ ડાઉન ડિટેક્ટર જેવી વેબસાઇટ્સની મુલાકાત લીધી અને ફરિયાદ કરી કે તેઓ પ્લેટફોર્મને ઍક્સેસ કરવામાં અસક્ષમ હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરના કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) બુધવારે ડાઉન થઈ ગયું હતું. જેને કારણે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના હજારો વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરી શક્યા નહતા અથવા ટ્વિટ પોસ્ટ કરી શક્ય નહતા.

આ સમય દરમિયાન, ઘણા વપરાશકર્તાઓએ ડાઉન ડિટેક્ટર જેવી વેબસાઇટ્સની મુલાકાત લીધી અને ફરિયાદ કરી કે તેઓ પ્લેટફોર્મને ઍક્સેસ (Twitter Down) કરવામાં અસક્ષમ હતા. ડાઉન ડિટેક્ટર અનુસાર, સમસ્યા ભારતીય સમય મુજબ બપોરે 3.47 વાગ્યે શરૂ થઈ અને વિશ્વભરના વપરાશકર્તાઓને અસર કરી રહી છે.


યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને ભારત સહિતના વિવિધ દેશોમાં યુઝર્સને આઉટેજનો સામનો કર્યો પડ્યો હોવાનું મીડિયા અહેવાલો સૂચવે છે. આ આઉટેજ સમયે પ્લેટફોર્મના ડેસ્કટોપ અને મોબાઈલ વર્ઝન બંનેને અસર થઈ હતી. પ્લેટફોર્મ ડાઉન થતાં યુઝર્સ સોશિયલ મીડિયા પર ઊગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


ફેબ્રુઆરીમાં પણ ટ્વિટર થયું હતું ડાઉન

નોંધનીય છે કે ટ્વિટર ડાઉન થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા ફેબ્રુઆરીમાં ટ્વિટરની સેવા કલાકો માટે ડાઉન હતી, જેમાં યુઝર્સ ન તો ડાયરેક્ટ મેસેજ વાંચી શકતા હતા કે ન તો પોસ્ટ અપડેટ કરી શકતા હતા.


આ પણ વાંચો: બહારથી કાગળની નોટબુક જ છે, પણ એમાં લખો કે દોરો તો એ ડાયરેક્ટ સ્માર્ટફોનમાં આવશે

ગયા વર્ષે પણ 16 ઑક્ટોબરે પણ સર્જાઈ હતી તકનીકી ખામી

ગયા વર્ષે 16 ઑક્ટોબરે પણ આવી જ સમસ્યા સામે આવી હતી. ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7 વાગે સોશિયલ સાઈટ ટ્વિટર ડાઉન થયું હતું. ટ્વિટર યુઝર્સને સાઇટ પર લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. કોઈપણ ટ્વીટ્સ જોઈ શક્યા નહતા. કેટલાક વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટમાં લૉગિન કરવામાં સક્ષમ હતા.

01 March, 2023 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK