ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > બહારથી કાગળની નોટબુક જ છે, પણ એમાં કંઈક લખો કે દોરો તો એ ડાયરેક્ટ સ્માર્ટફોનમાં આવી જશે

બહારથી કાગળની નોટબુક જ છે, પણ એમાં કંઈક લખો કે દોરો તો એ ડાયરેક્ટ સ્માર્ટફોનમાં આવી જશે

27 February, 2023 01:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હા, આ કાગળની બુકને દર થોડાક દિવસે ચાર્જ કરવી પડે છે અને એને સ્માર્ટફોનની ઍપ સાથે કનેક્ટ કરો તો લખેલું બધું જ ડિજિટાઇઝ થઈ જાય છે

બહારથી કાગળની નોટબુક જ છે, પણ એમાં કંઈક લખો કે દોરો તો એ ડાયરેક્ટ સ્માર્ટફોનમાં આવી જશે મારી પાસે પણ હોય

બહારથી કાગળની નોટબુક જ છે, પણ એમાં કંઈક લખો કે દોરો તો એ ડાયરેક્ટ સ્માર્ટફોનમાં આવી જશે

આ નોટ માત્ર નોંધ કે ટાઇમ મૅનેજમેન્ટ માટે નહીં, પણ ગ્રાફિક કે ઇલસ્ટ્રેશન દોરીને એને ડિજિટાઇઝ કરવું હોય તો એમાં પણ વાપરી શકાય એવી છે

થોડાક મહિનાઓ પહેલાં રૉકેટબુક ડાયરીની વાત કરેલી, જેમાં ખાસ મટીરિયલથી બનેલા કાગળને વારંવાર રીયુઝ કરી શકાય એવા હતા અને એને ઍપ સાથે જોડી દો તો એમાં લખેલું બધું જ સ્કૅન કરીને ઍપમાં સંઘરી શકાતું હતું. જોકે ટેક્નૉલૉજી હવે એનાથીયે એક ડગલું આગળ પહોંચી ગઈ છે. હવે હ્યુઑન કંપનીએ એવા કાગળની નોટ તૈયાર કરી છે જેમાં લખવાથી આપમેળે જ એ કનેક્ટેડ મોબાઇલની ઍપમાં સ્કૅન થવા લાગે. મતલબ કે તમે જો આ કાગળ પર પોપટ દોરતા હો તો એ જ વખતે તમારા મોબાઇલની હ્યુઑન નોટ ઍપમાં પણ એ જ રીતે પોપટ દોરાતો જાય. લખાણમાં પણ આ જ વાત લાગુ પડે છે.

એક રીતે જોઈએ તો આપણું બધું જ કામ હવે ફોનમાં સંઘરાવા લાગ્યું છે, પણ ઘણી વાર ડાયરેક્ટ ફોનમાં બધું ફીડ કરવું કે કોઈ ગ્રાફ કે ફિગર દોરવાનું સંભવ નથી હોતું. એ માટે ખાસ ગ્રાફિક પૅડ્સ વસાવવાં પડે છે. જોકે હ્યુઑનની આ નોટ પોતે જ કમ્પ્લીટ્લી ડિજિટલ છે.


વિજ્ઞાન કહે છે કે જેટલું સારું પ્લાનિંગ કે પ્રોજેક્ટનું નરેશન તમે કાગળ-પેન પર કરી શકો છો એટલું ડિજિટલ ફૉર્મમાં નથી થતું. પરંતુ કાગળ પર લખ્યા પછી એને ડિજિટાઇઝ કરવા માટે સ્કૅનર જરૂરી બની જાય છે એટલું જ નહીં, એક વાર સ્કૅન થયેલી ચીજોને મૉડિફાય પણ નથી કરી શકાતી. એવામાં લખવાની સ્કિલ જાળવી રાખવી હોય તો આ પ્રકારની નોટ્સ બહુ જરૂરી છે. જે સ્માર્ટ રાઇટિંગ અને ડ્રોઇંગ ઑપ્શન્સ આપે છે.

કાગળમાં લખો અને સ્માર્ટફોનમાં રિફ્લેક્ટ થાય એ એક મૅજિકથી કમ નથી. જોકે આ પણ એક પ્રકારનું હૅક જ છે. આ નોટમાં કાગળ એકદમ નૉર્મલ કાગળ જેવા જ કાગળ છે, પરંતુ એ નોટના હાર્ડ કવરની પાછળ એકદમ પાતળું ગ્રાફિક પૅડ છુપાયેલું છે. કાગળ પર તમે જેટલા પ્રેશરથી લખો છો એ મુજબ એ ગ્રાફિક પૅડના સેન્સર્સ કૅચ કરી લે છે અને તરત એ તમારા પૅડની સાથે સંકળાયેલા સ્માર્ટફોનમાં માહિતી મોકલી દે છે. ગ્રાફિક પૅડને તમે ચાર કલાક ચાર્જ કરો તો એની બૅટરી ૧૮ કલાક ચાલે છે. નોટમાં રહેલા ગ્રાફિક પૅડમાં ૮૧૯૨ પ્રેશર સેન્સર છે, જે લખેલી ચીજોને ઍક્ઝેક્ટ્લી એવી જ રીતે પૅડમાં ઝીલી લે છે.


ફાયદા

  • એમાં તમે કોઈ પણ પૅન કે કોઈ પણ કલરથી લખી શકો છો.
  • બુકમાં લખેલી ચીજો ઑર્ગેનાઇઝ્ડ થઈને તમારા સ્માર્ટફોનમાં પણ અવેલેબલ રહે છે.
  • બાળકોને લખવા આપીને તેમણે શું અને કેટલું કામ કર્યું એ મૉનિટર કરવું હોય તો એ તમારા ફોનમાં આપમેળે આવી જાય છે.
  • પાતળી અને હલકી-ફુલકી હોવાથી ગમે ત્યાં કૅરી કરી શકાય છે.

નોટબુક પછીની કમાલ આવે છે હ્યુઑન નોટની સાથે સંકળાયેલી ઍપમાં. આ ઍપમાં ચોક્કસ હૅશટૅગ સાથે અથવા તો કોડ સાથે લખેલી ચીજોને તમે ઑર્ગેનાઇઝ કરીને રિકૉલ કરી શકો છો. 
ક્યાં મળશે? : amazon.in કે getrocketbook.com
કિંમત : ૭૯૯૯ રૂપિયા

27 February, 2023 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK