Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > નવા મૉડલને વેચવા ઍપલ જાણીજોઈને જૂના આઇફોનને ધીમા પાડી દે છે?

નવા મૉડલને વેચવા ઍપલ જાણીજોઈને જૂના આઇફોનને ધીમા પાડી દે છે?

Published : 18 May, 2026 07:23 AM | Modified : 18 May, 2026 07:23 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર કંપનીના ભૂતપૂર્વ એન્જિનિયરે કરેલા આ દાવાથી ખળભળાટ

ઍપલ

ઍપલ


વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક કંપની ઍપલ ફરી એક મોટા વિવાદમાં ફસાઈ છે. આઇફોનની પ્રીમિયમ ગુણવત્તા અને લાંબા આયુષ્યનો ગર્વ કરતી આ કંપની પર એક ભૂતપૂર્વ કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઍપલ જાણીજોઈને જૂનાં આઇફોન મૉડલોમાં માલવેર મોકલીને એને ધીમો કરે છે, જેનાથી ગ્રાહકોને નવું વધુ મોંઘું મૉડલ ખરીદવાની ફરજ પડે. ઍપલે આ દાવા પર કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે આ ખુલાસાએ વિશ્વભરના કરોડો આઇફોન યુઝર્સને ચિંતામાં મૂકી દીધા છે.

X પરના ખુલાસાથી સનસનાટી



સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ભૂતપૂર્વ સૉફ્ટવેર એન્જિનિયરે દાવો કર્યો છે કે આ સમગ્ર પ્રક્રિયા એક સુનિયોજિત વ્યૂહરચનાના ભાગરૂપે કાર્ય કરે છે. જ્યારે પણ નવો આઇફોન લૉન્ચ થવાનો હોય ત્યારે કંપની જૂનાં મૉડલો માટે સૉફ્ટવેર અપડેટ્સ રિલીઝ કરે છે. આ અપડેટ્સ ડિવાઇસમાં કોડિંગ અથવા માલવેર દાખલ કરે છે જે એનો પ્રોસેસિંગ પાવર ઘટાડે છે. પરિણામે યુઝર્સને લાગે છે કે તેનો ફોન હવે જૂનો અને નકામો થઈ ગયો છે.


‘બૅટરી ગેટ’ કૌભાંડની યાદ આવી

ઍપલ પર ડિવાઇસ થ્રૉટલિંગનો એટલે કે ઇરાદાપૂર્વક ડિવાઇસ ધીમું કરવાનો આરોપ નવો નથી. ૨૦૧૭માં ‘બૅટરી ગેટ’ તરીકે ઓળખાતો એક વિવાદ થયો હતો. એ સમયે iOS 10.2.1 અપડેટ પછી લાખો આઇફોન 6 યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમના ફોન અચાનક બંધ થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઍપલે બૅટરી-લાઇફ બચાવવાના બહાને ફોનનો પર્ફોર્મન્સ ઘટાડી દીધો હતો. આ માટે કંપનીને ભારે દંડ કરવામાં આવ્યો હતો અને ઘણા દેશોમાં યુઝર્સની બૅટરી મફતમાં બદલી આપવી પડી હતી.


આ દાવા પાછળ ટેક્નિકલ સત્ય કેટલું?
ટેક્નૉલૉજિકલ નિષ્ણાતો માને છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. સમય જતાં આઇફોનમાં વપરાતી લિથિયમ-આયન બૅટરી રાસાયણિક રીતે જૂની થઈ જાય છે. સામાન્ય રીતે બેથી ૩ વર્ષ પછી બૅટરીની ક્ષમતા ૮૦ ટકા ઘટી જાય છે. જ્યારે નોંધપાત્ર સૉફ્ટવેર અપડેટ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે ત્યારે પ્રોસેસરને અચાનક વધુ પાવરની જરૂર પડે છે. જૂની બૅટરીઓ આ પીક પાવર સપ્લાય કરવામાં અસમર્થ હોય છે, જેને કારણે ફોન ક્રૅશ થવાથી બચવા માટે આપોઆપ ધીમો થઈ જાય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 07:23 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK