Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નસકોરાં બોલે એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કહેવાય કે કોઈ સમસ્યા કહેવાય?

નસકોરાં બોલે એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કહેવાય કે કોઈ સમસ્યા કહેવાય?

11 June, 2024 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્લીપ-ઍપ્નિયા જે વ્યક્તિને હોય તે વ્યક્તિઓ જલદી ડૉક્ટર સુધી પહોંચી જાય એવું ભાગ્યે જ બને છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમુક રૂટીન આદતો એવી હોય છે કે એ નૉર્મલ નથી અને એના માટે આપણને ડૉક્ટરની જરૂર છે એવું આપણને સૂઝતું જ નથી. આ આદતોમાં એક ખાસ આદત છે નસકોરાં બોલાવવાની આદત. રાતે ઊંઘતી વખતે કોઈ વ્યક્તિ નસકોરાં બોલાવે ત્યારે અમુક વ્યક્તિઓ એમ સમજે છે કે તેને ઊંઘ સરસ લાગી ગઈ છે એટલે નસકોરાં બોલાવે છે. ઘણાં કપલ્સ તો એકબીજાની આ આદતથી સખત ચિડાય છે, ઝઘડા પણ થાય છે આ નસકોરાને લીધે, પણ તોય એવું મગજમાં નથી આવતું કે એક વખત ડૉક્ટરને બતાવી દઈએ. નસકોરાં આમ તો બે પ્રકારનાં હોય છે જેમાં એક સામાન્ય ગણાય છે, કારણ કે એ આદતને લીધે દરરોજ સૂવો ત્યારે આવતાં હોય છે. બીજાં પ્રકારનાં નસકોરાં એવાં છે જેને લીધે ઊંઘ સંબંધિત અને શ્વાસ સંબંધિત પ્રૉબ્લેમ ઊભા થાય છે જે પ્રૉબ્લેમને સ્લીપ-ઍપ્નિયા કહેવામાં આવે છે. આ રોગ એવો છે જેનો ઇલાજ ન કરાવીએ તો આગળ જતાં ઘણી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


સ્લીપ-ઍપ્નિયા જે વ્યક્તિને હોય તે વ્યક્તિઓ જલદી ડૉક્ટર સુધી પહોંચી જાય એવું ભાગ્યે જ બને છે એની પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે સ્લીપ-ઍપ્નિયાનાં લક્ષણો એટલાં સામાન્ય છે કે લોકોને લાગતું નથી કે આ લક્ષણો માટે તેમને એક વાર ડૉક્ટરને મળવાની જરૂર છે. એનાં મુખ્ય અને શરૂઆતી લક્ષણોમાં નસકોરાં બોલાવવાં, થાક લાગવો અને દિવસે વધુ ઊંઘ આવવી જેવાં લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો એટલાં સામાન્ય છે કે કોઈને એવું લાગતું જ નથી કે કોઈ ગડબડ હોઈ શકે છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિ જે રેગ્યુલર નસકોરાં બોલાવતી હોય તેમણે એક વાર ડૉક્ટરની મુલાકાત ચોક્કસ લેવી. જો ડૉક્ટરને લાગે તો એ અમુક ખાસ સ્લીપ-ટેસ્ટ કરાવશે જેના દ્વારા ખબર પડે છે કે વ્યક્તિને સ્લીપ-ઍપ્નિયા છે કે નહીં.’



જો તમારાં નસકોરાંનો અવાજ દરવાજા બંધ હોય તો પણ સંભળાય છે અથવા કોઈ વાત કરતું હોય એનાથી પણ વધુ અવાજ તમારાં નસકોરાંનો હોય, જો તમને દિવસ દરમ્યાન નબળાઈ કે થાક વર્તાય છે કે ઊંઘ આવ્યા કરે, જો ઊંઘમાં તમારો શ્વાસ રોકાય જાય છે એવું તમને કે બીજા કોઈને ક્યારેય લાગ્યું હોય તો આ પરિસ્થિતિમાં ચેતવું ખરું. એમાં પણ જો આ ચિહ્નો સાથે તમને બ્લડ-પ્રેશર હોય, તમારો BMI વધુ હોય, જો તમારી ઉંમર ૫૦  વર્ષ કે એનાથી વધુ હોય અને એમાં પણ જો તમે પુરુષ હો તો ચોક્કસ તમારે ડૉક્ટરને મળવું જ જોઈએ. તપાસ કરાવો અને સ્લીપ-ઍપ્નિયાની તકલીફ હોય તો ઇલાજ પણ કરાવો. 


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK