Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વરસાદને કારણે વૉકિંગ બંધ કરીને ઘરે બેસવાના હો તો હેલ્થ ચોક્કસ બગડશે

વરસાદને કારણે વૉકિંગ બંધ કરીને ઘરે બેસવાના હો તો હેલ્થ ચોક્કસ બગડશે

14 June, 2024 07:30 AM IST | Mumbai
Dr. Sushil Shah

ઘણી સોસાયટીમાં પાર્કિંગ એરિયા ઘણો મોટો હોય છે ત્યાં વૉક કરી શકાય. આ સિવાય નજીકના મૉલમાં કે સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ વૉક લઈ શકાય. કંઈ જ ન મળે તો ઘરમાં જ એક કલાક ચાલવું. કલાક નહીં સ્ટેપ્સ ગણો

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે એની સીધી અસર બીચ, પાર્ક અને ગાર્ડન પર દેખાવાની જ છે. સવાર-સાંજ સેહત બનાવવા માટે વૉક કરતી જનતાની જનસંખ્યા ઘટતી જશે જેની સીધી અસર લોકોના ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ અને હાર્ટ-હેલ્થ પર પડતી જ હોય છે. આ સીઝનમાં અમારી પાસે અઢળક કેસ આવતા હોય છે જેમનું બ્લડપ્રેશર, શુગર, વજન બધું જ સરસ મેઇન્ટેન થતું હોય, પરંતુ આ સીઝનમાં જ વૉક બંધ એટલે બધું ગરબડ થઈ જાય છે. એક રીતે વિચારીએ તો લાગે કે વરસાદ તો બહાનું છે, પરંતુ જો ચાલવાનું શક્ય ન હોય તો શું બીજી એક્સરસાઇઝ ન થઈ શકે? તર્ક તો સાચો છે, પરંતુ પ્રૅક્ટિકલી જોવા જઈએ તો ઘણી અડચણ છે. જે લોકો એક્સરસાઇઝના નામે માત્ર વૉકિંગ જ કરતા હોય છે એ લોકો મોટા ભાગે ૫૦ વર્ષથી ઉપરના લોકો હોય છે જેમનાં હાડકાં નબળાં હોવાથી જિમમાં નથી જઈ શકતા. વળી મોટા ભાગના લોકોએ જીવનભર કોઈ ખાસ કસરત કરી ન હોવાને લીધે અને મસમોટી ફાંદને લીધે તેઓ યોગ પણ ખાસ કરી શકતા નથી, કારણ કે એટલી ફલેક્સિબલ બૉડી તેમની હોતી નથી. જો તે યોગ શરૂ પણ કરે તો ૧ કલાક ચાલવાની અપેક્ષાએ તેમના દ્વારા કરવામાં આવતા યોગ ઓછા પડશે. આ સિવાય મોટા ભાગના વડીલોને ઘૂંટણની તકલીફ રહે છે જેને કારણે તેઓ ઍરોબિક્સ કે ઝુમ્બા કે સામાન્ય પગથિયાં ચડવાની એક્સરસાઇઝ પણ કરી નથી શકતા. આ પરિસ્થિતિમાં વરસાદને કારણે બંધ થઈ જતા તેમના વૉકિંગ માટે કોઈ ખાસ ઉપાય રહેતો નથી.


તો આ પરિસ્થિતિમાં ઘણી સોસાયટીમાં પાર્કિંગ એરિયા ઘણો મોટો હોય છે ત્યાં વૉક કરી શકાય. આ સિવાય નજીકના મૉલમાં કે સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ વૉક લઈ શકાય. કંઈ જ ન મળે તો ઘરમાં જ એક કલાક ચાલવું. કલાક નહીં સ્ટેપ્સ ગણો. ઘણા લોકો એકદમ ધીમે અને શાંતિથી ચાલે છે. એક કલાક આરામથી ચાલવાથી ખાસ મદદ નથી થતી. જોકે એનો અર્થ એ પણ નથી કે ક્ષમતાની બહાર સ્પીડ વધારો. આજકાલ ફોનમાં સ્ટેપ્સ ગણી શકાય છે. જો વ્યક્તિ દરરોજનાં ૭થી ૧૦ હજાર સ્ટેપ્સ એટલે કે પગલાં એકધારાં ચાલતી હોય તો તેનો વૉક બેસ્ટ ગણાશે. જે લોકોને ઘૂંટણની વધુ તકલીફ નથી તેઓ દાદરા ચડી શકે છે. દાદરા ચડવા-ઊતરવા વૉકિંગ અને જૉગિંગ જેટલી જ ઇફેક્ટિવ કસરત છે. યોગ અને ઍરોબિક્સના અઢળક વિડિયો ઉપલબ્ધ છે, જેની મદદથી દરરોજ ૨૦ મિનિટથી લઈને અડધો કલાક કસરત કરવાથી સારો ફાયદો થાય છે. ઘરે એકલા કસરત કરવાનો કંટાળો આવે તો ઘરે ચોમાસામાં ૪ મહિના ગ્રુપમાં કસરત કરવી જોઈએ. ટૂંકમાં ઉપાય અજમાવો, પણ કસરત ન છોડો.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 07:30 AM IST | Mumbai | Dr. Sushil Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK