બોરીવલીના યોગીનગરમાં શરૂ થયેલા ક્રેવ જંક્શનમાં યુનિક કહી શકાય એવા દસ અલગ-અલગ વરાઇટીના સ્લાઇડ પીત્ઝા મળે છે. સ્મૉલ સાઇઝ પીત્ઝા બાળકો માટે તેમ જ ટ્રાવેલ દરમ્યાન અનુકૂળ આવે એવા છે
ખાઈપીને જલસા
સંકેત શાહ અને સ્લાઇડ પીત્ઝા
પીત્ઝા કોને ન ભાવે? જોકે જ્યારે એને ઑર્ડર કરવાનો પ્લાન કરીએ ત્યારે અનેક સવાલ આવે છે કે આટલો મોટો પીત્ઝા ફિનિશ થઈ શકશે? કારમાં આ પીત્ઝાની ઊછળી-ઊછળીને હાલત ખરાબ થઈ જશે તો? પીત્ઝા ફ્રેશ તો મળશેને? એક પીત્ઝામાંથી ગ્રુપમાં કેવી રીતે શૅરિંગ કરીએ? મનમાં ઊઠેલા આવા સવાલોનો સામનો કોઈકે ને કોઈકે ક્યારેક તો કર્યો જ હશે. જોકે અત્યારે જે પીત્ઝા ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે એ આ બધા સવાલોના જવાબ આપી દેશે.