Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: મટર ઢોકળાં

Published : 07 April, 2026 02:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મટર ઢોકળાં

મટર ઢોકળાં

મટર ઢોકળાં


સામગ્રી : એક વાટકો રવો, એક કપ વટાણા, એક કપ કોથમીર, આદું-મરચાં, દહીં કે છાશ, ઇનો એક ચમચી, તેલ, મીઠું, વઘાર માટે તેલ, રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન, હિંગ

રીત : વટાણા, કોથમીર, આદું-મરચાં બધું મિક્સરમાં ક્રશ કરવું. એને એક બાઉલમાં કાઢી એમાં રવો, મીઠું અને દહીં કે છાશ નાખીને ખીરું તૈયાર કરવું. એને ૧૫ મિનિટ રહેવા દેવું. એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવું. એમાં તેલ લગાડીને થાળી ગરમ થવા મૂકવી. ખીરામાં ઇનો નાખી હલાવીને ગરમ થાળીમાં ખીરું નાખવું. એને બારથી ૧૫ મિનિટ સ્ટીમ કરવી. પછી ઢોકળાંની થાળી ઉતારી લેવી. તેલ ગરમ કરી રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન અને હિંગ નાખીને વઘાર ઢોકળાં પર નાખીને સર્વ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK