Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

Published : 07 April, 2026 10:28 AM | IST | Halol
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લાસ્ટિક સહિતના ભંગારના જથ્થાને કારણે ધુમાડાના ગોટેગોટાથી ફેલાયો ભયનો માહોલ : આગ વિકરાળ બનતાં મેજર કૉલ કર્યો જાહેર : હાલોલ ફાયર-બ્રિગેડે મદદ માટે ગોધરા અને કાલોલથી પણ ફાયર-બ્રિગેડ બોલાવવી પડી અને આગ લીધી કાબૂમાં

ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી

ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી


મધ્ય ગુજરાતમાં આવેલા હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્લાસ્ટિક સહિતના ભંગારને કારણે આગ એટલી વિકરાળ બની હતી કે આસપાસનાં બીજાં ગોડાઉનોને પણ લપેટમાં લીધાં હતાં અને આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂરથી દેખાતાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલોલ ફાયર-બ્રિગેડે મદદ માટે ગોધરા અને કાલોલથી પણ ફાયર-બ્રિગેડ બોલાવી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

હાલોલ બાયપાસ રોડ પર આવેલા ભંગારના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડાં સહિતના ભંગારને કારણે આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એને કારણે અન્ય ગોડાઉનો તેમ જ ૩ મકાનો પણ આગની ઝપટમાં આવી ગયાં હતાં. આગને કારણે ગોડાઉનમાં રહેલું ભંગાર બળીને ખાખ થઈ ગયું હતું. આગની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયાં હતાં. આગની ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે આગ વધુ હોવાથી ગોધરા તેમ જ કાલોલથી ફાયર-બ્રિગેડને મદદ માટે બોલાવી હતી અને આગને લઈને મેજર કૉલ જાહેર કર્યો હતો. ફાયર-બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.              


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 10:28 AM IST | Halol | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK