Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: ઢોકળાં રોલ

Published : 14 July, 2026 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો ઢોકળાં રોલ

ઢોકળાં રોલ

ઢોકળાં રોલ


સામગ્રી : ઢોકળાં માટે : ૧ કપ તૈયાર આથો આવેલું ઢોકળાંનું ખીરું, બે-ત્રણ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી ફ્રૂટ-સૉલ્ટ, બે ચમચી તેલ, થાળી ગ્રીસ કરવા માટે બટર અથવા તેલ

પૂરણ માટે : બે બાફેલા બટાટા (મૅશ કરેલા), પા કપ બારીક સમારેલું કૅપ્સિકમ, બે ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, ૧ ચમચી પાંઉભાજીનો મસાલો, અડધો કપ બારીક સમારેલી કોથમીર, ૧ ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું



વઘાર માટે : ૧ ચમચી તેલ, અડધી ચમચી રાઈ, ચપટી હિંગ, થોડાં કઢીપત્તાં


બનાવવાની રીત : તૈયાર આથો આવેલા ઢોકળાંના ખીરામાં આદું-મરચાં-લસણની પેસ્ટ, મીઠું, તેલ અને છેલ્લે ફ્રૂટ-સૉલ્ટ ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. એને ગ્રીસ કરેલી થાળીમાં રેડી બારથી ૧૫ મિનિટ સુધી સ્ટીમ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ, હિંગ અને કઢીપત્તાંનો વઘાર કરો. એમાં આદું-મરચાં-લસણની પેસ્ટ, કૅપ્સિકમ, બાફેલા બટાટા, ગરમ મસાલો, પાંઉભાજી મસાલો અને મીઠું ઉમેરીને બે-ત્રણ મિનિટ સાંતળો. છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને ગૅસ બંધ કરી દો. તૈયાર ઢોકળાંને થોડાં ઠંડાં થવા દો. ત્યાર બાદ એના પર તૈયાર પૂરણ સરખી રીતે પાથરીને ઉપરથી થોડી કોથમીર ભભરાવો. ઢોકળાંને લાંબી પટ્ટીમાં કાપીને દરેક પટ્ટીનો રોલ બનાવી લો. તૈયાર ઢોકળાં રોલને લીલી ચટણી અથવા ટમૅટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK