Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ચાલતા ટૂ-વ્હીલર પર ઉપરથી પડ્યું બૅનર

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ચાલતા ટૂ-વ્હીલર પર ઉપરથી પડ્યું બૅનર

Published : 14 July, 2026 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાછળ બેસેલી મહિલાની આંખ અને માથામાં થઈ ઈજા, જન્મદિવસ અને અન્ય શુભેચ્છા આપવા આડેધડ લગાવવામાં આવતાં બૅનરોનો પ્રશ્ન ફરી ચર્ચામાં

થાણેમાં તીન હાથ નાકા નજીક ચાલતા ટૂ-વ્હીલર પર બૅનર પડ્યું હતું.

થાણેમાં તીન હાથ નાકા નજીક ચાલતા ટૂ-વ્હીલર પર બૅનર પડ્યું હતું.


થાણેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તીન હાથ નાકા નજીકથી પસાર થઈ રહેલી બાઇક પર અચાનક ઉપરથી બૅનર પડવાની ઘટના બની હતી. અહીં આવેલા બ્રિજ પર લગાવાયેલું કોઈ નેતાને જન્મદિવસની શુભેચ્છા આપતું બૅનર બાઇક નીચેથી પસાર થઈ રહી હતી ત્યારે પડ્યું હતું. સદ્ભાગ્યે બાઇક ચલાવનાર વ્યક્તિએ સંતુલન ગુમાવ્યું નહોતું અને બાઇક બાજુમાં ઊભી રાખી દીધી હતી એટલે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી, પણ બાઇક પર પાછળ બેઠેલી મહિલાની આંખ અને માથામાં ઈજા થઈ હતી.

આખી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકોએ બાઇક ચલાવનાર વ્યક્તિની સમયસૂચકતાને બિરદાવી હતી અને જો જરાક પણ ચૂક થઈ હોત અને બાઇક પડી ગઈ હોત તો મોટો અકસ્માત થઈ શક્યો હોત એવી કમેન્ટ્સ કરીને ગેરકાયદે અને આડેધડ લગાવવામાં આવતાં બૅનરો પર કડકપણે પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.



આ ઉપરાંત લોકો માટે જોખમી સાબિત થઈ શકે એ રીતે બૅનર લગાડનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ નેટિઝન્સે કરી હતી. જોકે આ બાબતે ખરેખર કોઈ કાર્યવાહી થઈ કે નહીં એ સ્પષ્ટ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK