Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેનોના AC ડબ્બામાંથી ૪ વર્ષમાં ૧.૨૭ કરોડ ચાદર-ટૉવેલ વગેરેની ચોરી

ટ્રેનોના AC ડબ્બામાંથી ૪ વર્ષમાં ૧.૨૭ કરોડ ચાદર-ટૉવેલ વગેરેની ચોરી

Published : 14 July, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર ૧૦૦૦માંથી એક મુસાફર કરે છે રેલવેની સામગ્રીની ચોરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય રેલવેના AC કોચમાં મુસાફરી કરતા લોકોની એક વિચિત્ર અને ચિંતાજનક આદત સામે આવી છે. એક મીડિયા-હાઉસ દ્વારા દેશનાં રેલવે ડિવિઝનોમાં કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળની અરજીના જવાબોમાં ખુલાસો થયો હતો કે જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૬ સુધીના સમયગાળામાં કોચમાંથી મુસાફરો દ્વારા ૧.૨૭ કરોડથી વધુ બેડરોલ આઇટમ્સ (ચાદર, ટુવાલ, ધાબળા અને ઓશીકાં)ની ચોરી કરવામાં આવી હતી. આ ચોરીના કારણે બેડરોલ સપ્લાય કરતા કૉન્ટ્રૅક્ટરોને આશરે ૧૦૪.૫૧ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું 
પડ્યું છે.

રેલવેમાં દરરોજ અંદાજે ૮ લાખ મુસાફરોને બેડરોલ આપવામાં આવે છે, જેમાંથી દર ૧૦૦૦ મુસાફરોએ સરેરાશ એક મુસાફર કોઈ ને કોઈ વસ્તુ પોતાની સાથે ઘરે લઈ જાય છે. વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ દરમ્યાન આવી ચોરીઓમાં ૫૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. ચોરાયેલી વસ્તુઓમાં સૌથી વધુ ૪૬.૫૪ લાખ ફેસ-ટૉવેલ અને ૪૧.૧૩ લાખ બેડશીટ સામેલ છે, કારણ કે ટૉવેલ સહેલાઈથી બેગમાં છુપાવી શકાય છે.



ચોરીમાં મોખરે કોણ?


આ યાદીમાં રાજસ્થાનનું બિકાનેર ડિવિઝન ૨૫.૭૬ લાખ વસ્તુઓની ચોરી સાથે દેશમાં સૌથી મોખરે છે, જ્યારે રાંચી અને દિલ્હી અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. બીજી તરફ દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લી અને પલક્કડ ડિવિઝનમાંથી એક પણ ચોરી નોંધાઈ નથી. આ નુકસાનની વસૂલાત કૉન્ટ્રૅક્ટરો દ્વારા ટ્રેનના ગરીબ અટેન્ડન્ટ્સના પગારમાંથી કરવામાં આવે છે, જેને લીધે તેમના માસિક વેતનમાંથી ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા કપાઈ જાય છે. રેલવે હવે CCTV કૅમેરા અને કોચ મિત્ર ઍપ દ્વારા આ ચોરીઓ રોકવા કડક પગલાં ભરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK