Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: મીરા રોડમાં આવેલું આ રસોડું પીરસે છે ગરમા-ગરમ ગુજરાતી નાસ્તા

Sunday Snacks: મીરા રોડમાં આવેલું આ રસોડું પીરસે છે ગરમા-ગરમ ગુજરાતી નાસ્તા

08 June, 2024 03:24 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો મીરા રોડનો સ્પેશિયલ લોચો, હાંડવો, ભૂંગળા બટેટા, બ્રેડ પૂડલા

આપણું રસોડું અને ત્યાંનો સ્વાદિષ્ટ વેજિટેબલ હાંડવો

Sunday Snacks

આપણું રસોડું અને ત્યાંનો સ્વાદિષ્ટ વેજિટેબલ હાંડવો


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


ફાફડા-જલેબી અને ખમણ સિવાય જો મુંબઈમાં તમારે લોચો, હાંડવો, ભૂંગળા બટેટા, બ્રેડ પૂડલા જેવો ઑથેન્ટિક ગુજરાતી નાસ્તો કરવો હોય તો તમને એક જગ્યાએ તો નહીં જ મળે. આ બધી જ વાનગી તમને જુદી-જુદી જગ્યાએ મળશે એટલે તમારી હાલત ‘ઇધર ચલા મેં, ઉધર ચલા, જાને કહાં મેં કિધર ચલા’ જ થવાની છે. જોકે, આ સમસ્યાને પારખીને એક સવાયા ગુજરાતીએ ‘આપણું રસોડું’ (Aapdu Rasodu) શરૂ કર્યું છે, જ્યાં તમને બધો જ ઑથેન્ટિક ગુજરાતી નાસ્તો મળશે.



આ વખતે અમે પહોંચી ગયા મીરા રોડ (Mira Road)ના પૂનમ નગરમાં સેક્ટર-૭ની સામે આવેલી એક ખાસ જગ્યાએ, જેનું નામ છે ‘આપણું રસોડું’. આ જગ્યા તેની સ્વાદિષ્ટ અને લજવાબ ગુજરાતી નાસ્તાની વાનગીઓ માટે જાણીતી છે. અહીં નાસ્તાની વાત જ નોખી છે. સુરતનો લોચો, હાંડવો, ભાવનગરના ભૂંગળા બટેટા અને ગુજરાતીઓના ઘરે અવારનવાર બનતાં બ્રેડ પૂડલા પણ અહીં મળે છે.


ભુંગળા બટેટા એ એવી વાનગી છે જે ગુજરાતીઓના દિલની ખૂબ નજીક છે. અહીંયા બટેટાને લસણની ચટણી સાથે મસાલા છાંટી, તે ક્રન્ચી ભુંગળા સાથે પીરસવામાં આવે છે. મસાલાનો તીખો સ્વાદ, ભુંગળાની ક્રન્ચીનેસ અને બટેટાની સોફ્ટનેસ – આ ત્રણેયનો સુમેળ તમારી સ્વાદેન્દ્રિયને અદ્ભુત આનંદ અપાવશે. ઉપરાંત સૂરતની લોકપ્રિય વાનગી લોચો પણ અહીં મળે છે. ચણાના લોટ, દાળ અને ખૂબ જ ઓછા મસાલા સાથે બનતી વાનગી લોચો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો છે. પીરસતી વખતે ઉપરથી નાયલોન સેવ, કાંદા અને લીલી ચટણી નાખવામાં આવે છે.

હાંડવો એ ગુજરાતી વાનગી છે જે તીખા અને મસાલેદાર ખાવાના શોખીન લોકો માટે પરફેક્ટ છે. ચણાનો લોટ, દહીં, રાય, તલ અને મસાલા સાથે બનેલો હાંડવો, તવા પર શેકીને પીરસવામાં આવે છે. અહીં હાંડવો લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. અહીંનો વેજિટેબલ હાંડવો ખૂબ જ ટેસ્ટી હોય છે. આ સાથે જ બ્રેડ પુડલા ‘આપણું રસોડું’ની ખાસિયત છે. આ પુડલા બહારથી કરકરા અને અંદરથી મસાલેદાર હોય છે. કેચપ કે લીલી ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે છે.


ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ‘આપણું રસોડું’ના માલિક મેહુલ ગોહિલ કહે છે કે, “અમારા આઉટલેટને એક વર્ષ થઈ ગયું છે. સવારે સાતથી બપોરે એક અને સાંજે ચારથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અમે ગરમા-ગરમ વાનગીઓ પીરસીએ છીએ.

તો હવે આ રવિવારે ઇધર-ઉધર ન કરતાં પહોંચી જજો મીરા રોડ. લોકેશન મેપ પર મળી જ જશે. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

કૉલમના ૧૦૦ લેખોને આપનો પ્રેમ આપવા બદલ આપ સૌ વાચક મિત્રોનો આભાર!

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 03:24 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK