મૂળે બૅન્ગલોરની આ સાઉથ ઇન્ડિયન ચેઇન રેસ્ટોરાં છે અને લગભગ એક દાયકામાં બૅન્ગલોર અને કર્ણાટકનાં એક-બે શહેરોમાં જબરી ધૂમ મચાવી છે આઇડીસી કિચને
ઇડલી, ઢોસા અને કૉફી
સાઉથમાં જેવાં ઇડલી, ઢોસા, નીર ઢોસા કે ઉત્તપમ મળે છે એ સ્વાદને મૅચ થાય એવી બહુ ઓછી જગ્યાઓ મુંબઈમાં છે. માટુંગા સાઉથ ઇન્ડિયન ફૂડનું હેવન ગણાય છે, પણ હવે પશ્ચિમનાં પરાંમાં રહેતા મુંબઈકરોને માટુંગા સુધી પણ લાંબા ન થવું હોય તો મલાડમાં એક ઑપ્શન ખૂલ્યો છે આઇડીસી કિચન. મૂળે બૅન્ગલોરની આ સાઉથ ઇન્ડિયન ચેઇન રેસ્ટોરાં છે અને લગભગ એક દાયકામાં બૅન્ગલોર અને કર્ણાટકનાં એક-બે શહેરોમાં જબરી ધૂમ મચાવી છે આઇડીસી કિચને. એનું ફુલ નામ જ છે ઇડલી, ઢોસા અને કૉફી.
મોટા ભાગે ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઢોસા ઘીમાં રોસ્ટ કરવામાં આવે. અહીં પણ એવું જ છે. અહીંના ઘી રોસ્ટ, વડાં, મસાલા ઇડલી, ગનપાઉડર અને ઘીવાળી ઇડલીની મજા માણવા જેવી છે. જો ક્રિસ્પી ચીજો ભાવતી હોય તો રવા ઢોસા અને રાગી ઢોસા મસ્ટ ટ્રાય છે. કેળનાં પાન પર પીરસાતી આ વાનગીઓમાં તમને દક્ષિણની ખુશ્બૂ આવશે અને હા, ‘ફિલ્ટર કાપી’ પીવાનું ભૂલવા જેવું નથી. પૉકેટ-ફ્રેન્ડ્લી તો ખરું અને સાથે જો તમને આજકાલ મળતા ફ્યુઝન ઢોસા ખાવા હોય તો પનીર ઓપન ઢોસા જેવા ઑપ્શન્સ પણ મળી જશે.
ADVERTISEMENT
ક્યાં?: આઇડીસી કિચન, સુંદરનગર, એસ. વી. રોડ, મલાડ-વેસ્ટ
કિંમતઃ ૨૦૦ રૂપિયા (બે જણ)

