Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી : મિલેટ પૅનકેક

Published : 13 August, 2026 06:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાજરી, મેથી અને ઓટ્સથી બનાવેલા આ હેલ્ધી પૅનકેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. સરળ સામગ્રીથી ઘરે જ આ નાસ્તો ઝડપથી બનાવી શકાય છે.

આજની રેસિપી : મિલેટ પૅનકેક

આજની રેસિપી : મિલેટ પૅનકેક


સામગ્રી : દોઢ કપ બાજરીનો લોટ, ૧/૨ કપ રવો, એક કપ ક્રશ કરેલા ઓટ્સ, એક કપ મેથીની ભાજી, એક કપ લીલું લસણ, બે લીલી ડુંગળી, ૧/૨ કપ કોથમીર, ૧/૨ ચમચી અજમો, એક ચમચી તલ, ચપટી હિંગ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી સોડા
રીત : સૌથી પહેલાં લીલી ડુંગળી, લીલું લસણ, મેથી અને કોથમીરને ઝીણાં સમારી લો. હવે એક બાઉલમાં બાજરાનો લોટ, રવો, ઓટ્સ પાઉડર મિક્સ કરો. એમાં ઉપરની બધી સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને થિક બેટર તૈયાર કરો. એક નૉનસ્ટિક પૅન ગરમ કરો. એમાં તેલ લગાવીને થોડા તલ નાખો. હવે બેટરમાંથી નાની પૅનકેક પાથરીને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK