Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફોર્મ્યુલા સ્ટુડન્ટ પોર્ટુગલ ફતેહ કર્યું IIT બૉમ્બેની રેસિંગ ટીમના વિદ્યાર્થીઓએ

ફોર્મ્યુલા સ્ટુડન્ટ પોર્ટુગલ ફતેહ કર્યું IIT બૉમ્બેની રેસિંગ ટીમના વિદ્યાર્થીઓએ

Published : 13 August, 2026 05:55 PM | Modified : 17 August, 2026 03:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રહિલ અને તેની ટીમે આ રેસમાં એકંદરે 13મું સ્થાન મેળવ્યું હતું. જેમાં બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન (BPP) માટે 10મું, કારના એક્સલરેશન માટે 11મું, સ્કિડ-પેડ માટે 11મું, કારની ડિઝાઇન માટે 14મું અને તેને બનાવવાની કિંમત માટે 15મું સ્થાન મેળવ્યું હતું.

IIT બૉમ્બેની ટીમ

IIT બૉમ્બેની ટીમ


IIT બૉમ્બેની રેસિંગ ટીમે કાસ્ટેલો બ્રાન્કોમાં ફોર્મ્યુલા સ્ટુડન્ટ પોર્ટુગલ ૨૦૨૬ ખાતે ઇલેક્ટ્રિક અને ડ્રાઇવરલેસ કાર રેસિંગ બન્ને કૅટેગરીમાં પહેલું સ્થાન મેળવી મોટી સિદ્ધિ મેળવી. આવું કરનાર પહેલી ભારતીય ટીમ તરીકે પણ તેમણે રેકોર્ડ બનાવ્યો. આ જીત ઍન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના પરીક્ષણ, સમસ્યા ઉકેલવાની તૈયારી અને સતત મહેનત બાદ આવી છે. કારની ડિઝાઇન અને પ્રોડક્શન, તેની ઇલેક્ટ્રિકલ અને ડ્રાઇવટ્રેન સિસ્ટમ્સ ડેવલપ કરવી, ડ્રાઇવરોને તાલીમ આપવા અને સ્પર્ધા પહેલા વાહનનું પરીક્ષણ કરવા વગરે માટે IIT બૉમ્બેના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ફૅકલ્ટી સ્ટાફની મહેનત સફળ સાબિત થઈ.

કૅમ્પસમાં કારનું પ્રોડક્શન



ટીમની સફર IIT બૉમ્બેની વર્કશૉપમાં શરૂ થઈ હતી. કારના શૅલ (Body), પાર્ટ્સ, સૉફ્ટવેર સાથે બિઝનેસ પાર્ટનર્સ અને સ્પોન્સર્સના મદદથી બનાવવામાં આવ્યા હતા. આ સાથે IIT બૉમ્બેની ટીમે બનાવેલી કારને ઓવરઓલ EV (ઈલેક્ટ્રોનિક વેહિકલ)માં પહેલું, DV (ડ્રાઈવર લેસ વેહિકલ)માં પહેલું, EDPમાં પહેલું, કાર્યક્ષમતામાં પહેલું, એન્ડ્યુરન્સમાં બીજું, કિંમતમાં બીજું, ત્રીજી ઓટોXમાં ત્રીજું સ્થાન મળ્યું હતું.


રેસ પહેલા પરીક્ષણ

કાર તૈયાર થયા પછી પડકારો આવ્યા. પરીક્ષણ અને ડ્રાઇવરની તૈયારી રેસના મહત્ત્વપૂર્ણ ભાગો હતા. રેયો રેસિંગે ડ્રાઇવરોને રેસ અઠવાડિયાના અંત પહેલા કાર્ટ ટ્રેક પર તાલીમ આપવામાં આવી. ટીમે પોર્ટુગલમાં સ્પર્ધામાં પહેલા કારના રિસ્પોન્સને સમજવા, સમસ્યાઓ ઓળખી તેમાં સુધારા પણ કરવા પડ્યા હતા. IIT બૉમ્બેએ પણ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટીમે પ્રોફેસર અર્ચક મિત્તલ, ફૅકલ્ટી અને સ્ટાફ સાથે, પ્રોજેક્ટને તેના શરૂઆતથી જ ટેકો આપવા અને વિકાસ માટે જરૂરી જગ્યા પૂરી પાડવા બદલ આભાર માન્યો અને શરૂઆતમાં પ્રૅક્ટિસ IIT બૉમ્બેના કૅમ્પસમાં જ થઈ હતી. 


2025-26 સીઝનમાં રાહિલની ભૂમિકા

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIT Bombay Racing (@iitbombayracing)

આ વર્ષે કૅમિકલ ઍન્જિનિયરિંગમાં બી.ટેક.ની ડિગ્રી મેળવનાર રાહિલ દેઢિયાએ જણાવ્યું કે તેણે 2025-26 સીઝન દરમિયાન ડ્રાઇવટ્રેન અને વ્હીલ એસેમ્બલી માટે ચીફ ઓફ ઑપરેશન્સ અને ચીફ ટૅકનોલૉજી ઓફિસરની ભૂમિકા ભજવી હતી. રાહિલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું હતું કે તેણે પ્રોજેક્ટના ઑપરેશનલ અને ટૅકનિકલ પાસાઓ, ખાસ કરીને ડ્રાઇવટ્રેન અને વ્હીલ એસેમ્બલી સિસ્ટમ્સની જવાબદારીઓ સાંભળી હતી. તેણે વધુમાં જણાવ્યું કે તે અને તેની ટીમ IIT બૉમ્બેના કૅમ્પસમાં રાત્રે કાર ડ્રાઈવની પ્રૅક્ટિસ કરતાં હતા. તેણે કહ્યું કે “આ ભારત માટે એક ગર્વની ક્ષણ છે. રેસમાં ક્વોલિફાય કરવા માટે શરૂઆતમાં એક ઓનલાઇન પરીક્ષા આપવાની હોય છે તે બાદ દેશની બાકીની યુનિવર્સિટી સાથે રેસ અને તેમાં પણ કારના મોડલ અને તેની બાકીની બાબતોના જેમ કે ડિઝાઇન, પરફોર્મન્સ અને કોસ્ટને આધારે રૅન્કિંગ કરવામાં આવે છે. આ બધી સ્પર્ધામાં સારા પ્રદર્શન બાદ ફોર્મ્યુલા સ્ટુડન્ટમાં અમે સામેલ થયા.”

ફોર્મ્યુલા સ્ટુડન્ટ સ્વિટ્ઝર્લૅન્ડ 2026 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIT Bombay Racing (@iitbombayracing)

રાહિલ અને તેની ટીમે ફોર્મ્યુલા સ્ટુડન્ટ સ્વિટ્ઝર્લૅન્ડ 2026માં એકંદરે 13મું સ્થાન મેળવ્યું હતું. જેમાં બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન (BPP) માટે 10મું, કારના એક્સલરેશન માટે 11મું, સ્કિડ-પેડ માટે 11મું, કારની ડિઝાઇન માટે 14મું અને તેને બનાવવાની કિંમત માટે 15મું સ્થાન મેળવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK