ત્યાર બાદ ઘી લગાવેલી પ્લેટમાં પાથરી દેવું અને મનપસંદ આકારના ટુકડા કરી સર્વ કરવું. તૈયાર છે હેલ્ધી અને પૌષ્ટિક કાટલું પાક.
પૌષ્ટિક કાટલું પાક
સામગ્રી : ૫૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ, ૫૦૦ ગ્રામ દેશી ગોળ, ૫૦૦ ગ્રામ દેશી ઘી, ૨૫૦ ગ્રામ કોપરાનું ખમણ, ૧૫૦ ગ્રામ ગુંદર, ૫૦ ગ્રામ સૂંઠ પાઉડર, ૫૦ ગ્રામ ગંઠોડા પાઉડર, ૫૦ ગ્રામ સુવાદાણા - કરકરા પીસેલા, ૫૦ ગ્રામ ખસખસ.
બનાવવાની રીત : સર્વપ્રથમ લોટ અને ઘી મિક્સ કરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો. ત્યાર બાદ એમાં ગુંદરને ફુલાવી લેવો. ત્યાર બાદ બધા મસાલા મિક્સ કરી બરાબર હલાવી લેવું. ત્યાર બાદ સમારેલો ગોળ મિક્સ કરી થોડું ગૅસ પર રાખીને બરાબર મિક્સ કરી ઠંડું થવા દેવું. ત્યાર બાદ ઘી લગાવેલી પ્લેટમાં પાથરી દેવું અને મનપસંદ આકારના ટુકડા કરી સર્વ કરવું. તૈયાર છે હેલ્ધી અને પૌષ્ટિક કાટલું પાક.
ADVERTISEMENT
-પુષ્પા દીપક મકવાણા


