Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Vastu Tips: ઘરમાં જમવી વખતે ખાસ ન કરવી આ ભૂલ, નાખી શકે છે મુશ્કેલીમાં

Vastu Tips: ઘરમાં જમવી વખતે ખાસ ન કરવી આ ભૂલ, નાખી શકે છે મુશ્કેલીમાં

25 October, 2022 01:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વાસ્તુ દોષને કારણે ઘણીવાર આપણી પ્રગતિ અને પરિવારની સુખ-શાંતિ ભંગ થાય છે. વાસ્તુ દોષ ઘરમાં વૈભવ અને ખાવા-પીવાની વસ્તુઓની અછતનું કારણ પણ બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

Vastu Tips

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra) અનેક રીતે આપણાં જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષને (vastu Dosh) કારણે ઘણીવાર આપણી પ્રગતિ અને પરિવારની સુખ-શાંતિ ભંગ થાય છે. વાસ્તુ દોષ ઘરમાં વૈભવ અને ખાવા-પીવાની વસ્તુઓની અછતનું કારણ પણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા જ દોષોથી બચવા માટેના સરળ ઉપાય પણ આપવામાં આવ્યા છે.

જ્યોતિષાચાર્ય શ્રીપતિ ત્રિપાઠી કહે છે કે ઘરમાં ખોટી દિશામાં બેસીને જમવાથી પણ તમે વાસ્તુ દોષનો શિકાર બની શકો છો. જ્યોતિષવિદે આ દોષના પ્રભાવ અને આનાથી બચવાના ઉપાય જાહેર કર્યા છે.



જમતી વખતે ન કરવી આ ભૂલ
વાસ્તુ પ્રમાણે, હંમેશાં જમીન પર બેસીને જમવું જોઈએ. જમતી વખતે તમારું મોં હંમેશાં ઉત્તર કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આથી ઊંધી દિશા સામે મોં કરીને ખાવવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, જો તમે કોઈ ડાઈનિંગ ટેબર પર બેસીને જમો છો તો તમારો ચહેરો હંમેશાં પૂર્વ દિશા તરફ રાખવો. જો તમારા પરિવારમાં લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે છે તો તેને ક્યારેય ખાલી ન રાખવું. અહીં હંમેશા ફળ, મીઠાઈ કે ખાવાની કોઈક વસ્તુ હોવી જોઈએ.


ઘરે આવેલા મહેમાનોને કેવી રીતે જમાડવું?
જ્યોતિષાચાર્ય શ્રીપતિ ત્રિપાઠી કહે છે કે ઘરે આવેલા મહેમાનોને જમાડતી વખતે દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મોં કરીને બેસવું જોઈએ. જમતા પહેલા ભગવાન કે ઈષ્ટદેવને ભોગ ધરાવવો. આમ કરવાથી ઘરમાં અન્નપૂર્ણાનો વાસ રહે છે. વાસ્તુના આ નિયમનું પાલન કરનારાના ઘરમાં હંમેશા અન્ન, ધનના ભંડાર ભરેલા રહે છે.

આ પણ વાંચો : Diwali 2022: સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓનો લેવો છે લ્હાવો? તો બનાવો આ રેસિપીઝ


પથારી પર કે બેડ પર ક્યારેય ન કરવી જમવાની ભૂલ
વાસ્તુ પ્રમાણે, ક્યારેય પથારી પર બેસીને જમવું ન જોઈએ. આ ભૂલ કરનારા લોકો જીવનમાં સફળતાના માર્ગથી ભટકી જાય છે. તેમના ખભે હંમેશાં ઋણનો ભાર ચડે છે. આ લોકોને ઘણીવાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. રોગ હંમેશાં તેમના ઘરે રહે છે. સામાન્ય લોકોની તુલનામાં આમના દવામાં વધારે પૈસા ખર્ચાય છે.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2022 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK