વિટામિન C, વિટામિન K અને ફાઇબરથી ભરપૂર બ્રૉકલી-બદામ સૂપ ઘરે જ સરળતાથી બનાવો. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ સૂપ વરસાદી મોસમ માટે ઉત્તમ વિકલ્પ છે.
બ્રૉકલી આમન્ડ સૂપ
સામગ્રી : બ્રૉકલી ૨૫૦ ગ્રામ, ઑલિવ ઑઇલ બે મોટા ચમચા, કાંદો એક, લસણની કળી પાંચ, કોથમીરની દાંડી ૪, મીઠું ૧/૨ ચમચી, ગરમ પાણી ૩/૪ લીટર, બદામ ૧૫ નંગ, મરી પાવડર ૧/૪ ચમચી, ક્રીમ એક મોટો ચમચો
બનાવવાની રીત : બદામને ગરમ પાણીમાં ૨૦ મિનિટ પલાળીને એનાં છોતરાં કાઢો. એક પૅનમાં તેલ લો અને એમાં કાંદો, લસણ, કોથમીરની દાંડીને હાઈ ફ્લેમ પર બે મિનિટ સાંતળો. હવે એમાં ગરમ પાણી, બદામ અને કાપેલી બ્રૉકલી નાખીને પાંચ મિનિટ ઉકાળો. પછી પાણી નિતારી લો અને બચેલું પાણી સૂપ સ્ટૉક માટે રાખો. પછી બ્રૉકલી અને બીજી બધી સામગ્રી થોડા પાણી સાથે મિક્સરમાં વાટો અને ચાળણીમાં ગાળી લો. આ પેસ્ટને એક પૅનમાં બાકીનું પાણી (સ્ટૉક), મીઠું, મરી પાઉડર નાખીને એક ઊભરો લો. એને કાપેલી બદામ અને ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરીને ગરમ-ગરમ સર્વ કરો. આ સૂપ વિટામિન C અને વિટામિન Kથી ભરપૂર અને હાઈ ફાઇબરવાળો છે.
