Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NEET Paper Leak: મહારાષ્ટ્ર બંધની હાકલ કરનાર પ્રકાશ આંબેડકરે હવે આ શું નવી માગણી કરી?

NEET Paper Leak: મહારાષ્ટ્ર બંધની હાકલ કરનાર પ્રકાશ આંબેડકરે હવે આ શું નવી માગણી કરી?

Published : 24 July, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NEET Paper Leak: પ્રકાશ આંબેડકરે એક્સ પર એક પોસ્ટ પોસ્ટ મૂકી છે, જેમાં તેઓએ NEET પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. તેઓએ ડાયરેક્ટ જ નીટ રદ કરો અને શિક્ષણનું વિકેન્દ્રીકરણ કરો એવું લખીને વિરોધ નોંધાવ્યો છે.

પ્રકાશ આંબેડકરની ફાઇલ તસવીર

પ્રકાશ આંબેડકરની ફાઇલ તસવીર


નીટ પેપર લીક (NEET Paper Leak)નો મુદ્દો જબરદસ્ત ગરમાયો છે. ન માત્ર દિલ્હીના જંતરમંતર પર, સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ એની અસર દેખાઈ રહી છે. ગઇકાલે ૨૩મી જુલાઇએ વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું હતું. અને હવે તેઓએ એક નવી જ માંગ કરી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેઓએ હવે NEET જ રદ કરી નાખો એવી માંગ કરી છે.  




સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ પાછી ખેંચી લીધી છે. પરંતુ સીજેપી (ક્રોક્રોચ જનતા પાર્ટી)ના સ્થાપક અભિજીત દીપકે અને અન્ય આંદોલનકારીઓ આક્રમક જ છે, અને તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. પ્રકાશ આંબેડકરે એક્સ પર એક પોસ્ટ પોસ્ટ મૂકી છે, જેમાં તેઓએ NEET પરીક્ષા રદ કરવાની માંગ (NEET Paper Leak) કરી છે. તેઓએ ડાયરેક્ટ જ નીટ રદ કરો અને શિક્ષણનું વિકેન્દ્રીકરણ કરો એવું લખીને વિરોધ નોંધાવ્યો છે.

ગઇકાલે જ તેમણે મહારાષ્ટ્ર બંધની હાકલ કરી હતી


વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે દિલ્હીના જંતર મંતર પર સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર બર્બરતાથી લાઠીચાર્જ કરનાર પોલીસની કાર્યવાહીના વિરોધમાં (NEET Paper Leak) ગઇકાલે ગુરુવારે મહારાષ્ટ્ર બંધની હાકલ કરી હતી. પ્રકાશ આંબેડકરે પણ વિપક્ષી દળોને બંધમાં જોડાવાની અપીલ કરી હતી. તેમની અપીલને ગઈકાલે રાજ્ય તરફથી મિશ્ર પ્રકરનો રિસ્પોન્સ મળ્યો હતો. મહારાષ્ટ્ર બંધની હાકલ કરનાર પ્રકાશ આંબેડકરે નીટ પરીક્ષાની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પ્રથમ પરીક્ષણ ખોટી રીતે કરવામાં આવ્યું હતું અને રીએક્ઝામમાં પણ ઘણી જ ત્રુટિઓ જોવા મળી હતી.  વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતો આ ગંભીર મુદ્દો હોવાનું કહીને તેઓએ કહ્યું હતું કે સરકારની આવી ભૂમિકાએ શિક્ષણવ્યવસ્થા પર બહુ જ મોટું પ્રશ્ન ચિહ્ન લગાવી દીધું છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ મુદ્દે દેશભરમાં જન આંદોલન થવું જ જોઈએ. અને હવે તો આજે એક નવી પોસ્ટ મૂકીને તેમણે નીટ એક્ઝામને જ રદ કરી દેવાની માંગ કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે આ મામલે એક વિડીયો મેસેજ આપ્યો હતો અને કહ્યું હતું કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટનું (NEET Paper Leak) ગઠન કરીને કાર્યવાહી કરવામાં આવશે. છતાં, NEET પેપર લીકનો દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે, સરકારે વિદ્યાર્થીઓના ગુસ્સાની ગંભીર નોંધ લીધી છે. પેપર લીકની સમસ્યાને રોકવા માટે વધુ કડક કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકાર આજના મંત્રીમંડળમાં સુધારા બિલ લાવવાંનું કહી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ પેપર લીક અંગેના કાયદાને વધુ કડક બનાવવા માટે એક ખરડો રજૂ કરે તેવી શકયતા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK