Ramayana: હવે પ્રાઇમ ફોકસ સ્ટુડિયોએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હવે સોની પિક્ચર્સ દ્વારા ભારતની બહાર એટલે કે વિશ્વભરમાં પણ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે.
રણબીર કપૂર
નમિત મલ્હોત્રાની ફિલ્મ `રામાયણ` (Ramayana)ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેની વચ્ચે હવે પ્રાઇમ ફોકસ સ્ટુડિયોએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હવે સોની પિક્ચર્સ દ્વારા ભારતની બહાર એટલે કે વિશ્વભરમાં પણ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે.
View this post on Instagram
ADVERTISEMENT
પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની આ ફિલ્મ (Ramayana) વિશ્વના સૌથી પ્રાચીન મહાકાવ્ય એવા રામાયણ પર આધારિત છે, જે આ અમૂલ્ય કથાકાવ્યની ભવ્ય સિનેમેટિક પ્રસ્તુતિ છે. આ કાલ્પનિક એક્શન-એડવેન્ચર ફિલ્મનું પ્રોડક્શન પ્રાઇમ ફોકસ સ્ટુડિયોના નમિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ આઠ વખત ઓસ્કર વિજેતા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કંપની ડીએનઇજીના ગ્લોબલ સીઇઓ પણ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી લીડ રોલમાં જોવા મળવાનાં છે. નિતેશ તિવારીએ આ ફિલ્મનું ડિરેક્શન સંભાળ્યું છે, પ્લસ આ ફિલ્મમાં ઓસ્કર વિજેતા હંસ ઝિમર અને એ.આર. રહેમાનનું મ્યુઝિક છે.
આ ફિલ્મને દુનિયાભરના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ (Ramayana) વિશેષ રૂપે અંગ્રેજી સંસ્કરણ સહિત અનેક ભાષાઓમાં પણ રીલીઝ કરવામાં આવનાર છે.
ખરું કહીએ તો રામાયણ એ દુનિયાભરના લાખો લોકો માટે માત્ર એક પુરાણી વાર્તા કે ધાર્મિક ગ્રંથ જ નથી, પરંતુ તે પેઢીગત વહેતો આવતો જીવંત વારસો છે. સદીઓથી આ મહાકાવ્યે લોકોમાં ફરજ, હિંમત, કરુણા, બલિદાન અને ધર્મ જેવાં મૂલ્યોનું સિંચન કર્યું છે. હવે તેને આટલા મોટા અને ભવ્ય સ્તરે વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ પણ રજૂ કરવામાં આવી રહ્યું છે.
નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, "પેઢીઓથી રામાયણ (Ramayana) તેનાં માનવીય મૂલ્યો અને પ્રેરણાદાયી સંદેશ દ્વારા લોકોને પ્રેરણા આપી રહ્યું છે. આ વારસાનું સન્માન કરવાનો અને તેને વિશ્વભરના પ્રેક્ષકો માટે એક ભવ્ય સિનેમેટિક અનુભવ બનાવવાનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. ડી.એન.ઇ.જી.ના માધ્યમથી અમે દાયકાઓથી વિશ્વના મહાન ફિલ્મ નિર્માતાઓના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે પ્રાઇમ ફોકસ સ્ટુડિયો સાથે, અમે વિશ્વના સૌથી મહાન મહાકાવ્યોમાંથી એક એવા `રામાયણ`ને એ જ રીતે મોટા પડદા પર લાવી રહ્યા છીએ. સોની પિક્ચર્સ સાથેની આ ભાગીદારી અમને આ કાલાતીત વાર્તાને વિશ્વભરના પ્રેક્ષકો સમક્ષ લાવવાની એક મોટી તક આપે છે"
આ ફિલ્મનું ડિરેક્શન નિતેશ તિવારીએ કર્યું છે. ફિલ્મનું સંગીત હંસ ઝિમર અને એ.આર રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એક્શનનું સંચાલન ટેરી નોટરી અને ગાય નોરિસ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે પ્રોડક્શન ડિઝાઇનનું સંચાલન રામસે એવરી અને રવિ બંસલ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ દુનિયાભરના હજારો કલાકારો અને ટેક્નિશિયનોએ આ ફિલ્મ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ ફિલ્મ (Ramayana)નું પ્રોડ્ક્શન નમિત મલ્હોત્રા દ્વારા પ્રાઇમ ફોકસ સ્ટુડિયોના બૅનર નીચે કરવામાં આવ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ, ડી.એન.ઇ.જી. એ તો ડ્યૂન, ડ્યૂનઃ પાર્ટ II, બ્લેડ રનર 2049, ઇન્ટરસ્ટેલર, ઇન્સેપ્શન, એક્સ મશીના, ફર્સ્ટ મેન અને ટેનેટ જેવી ફિલ્મોમાં અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપીને વૈશ્વિક ઓળખ બનાવી છે. કંપની ડ્યૂનઃ પાર્ટ III અને ક્રિસ્ટોફર નોલાનની `ધ ઓડિસી` જેવી ફિલ્મો પર પણ કામ કરી રહી છે.
