ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વભરની કૂકિંગ કૂલિનરીની બેસ્ટ બ્રેડને માન્યતા આપતી એક યાદી બહાર પાડી છે. તેમાં રોટી, બટર ગાર્લિક નાન, અમૃતસરી કુલચા સહિત 5 ભારતીય બ્રેડ સામેલ છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વભરની કૂકિંગ કૂલિનરીની બેસ્ટ બ્રેડને માન્યતા આપતી એક યાદી બહાર પાડી છે. જો કે, આ યાદી બીજીવાર બહાર પાડવામાં આવી છે. આ વખતે વિશ્વની શ્રેષ્ઠ બ્રેડ (Popular Bread in World) માટેની આ યાદી છે. ઉલ્લેખનીય છે કે ઘણા બધા દેશોની 50 જેટલી બ્રેડનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા માટે ગર્વની વાત એ છે કે આ યાદીમાં પાંચ ભારતીય બ્રેડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રેડ એ એક એવી વાનગી છે જે સમગ્ર વિશ્વમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. બ્રેડ ઘણા પ્રકારની હોય છે. જેમ કે ખમીરયુક્ત, બેખમીર, સાદી અથવા સ્ટફ્ડ વગેરે. હા, લગભગ આ દરેક પ્રકારની બ્રેડનો સ્વાદ ઉત્તમ હોય છે. ખાસ કરીને જ્યારે યોગ્ય વાનગીઓ સાથે પેયર બનાવવામાં આવે તો તો તે એક ઉત્તમ ડિશ બની જાય છે.
બ્રેડની વૈવિધ્યતા દરેક દેશમાં (Popular Bread in World) જોવા મળતી અસંખ્ય વેરાયટીમાં ઉપલબ્ધ છે. જો આપણે માત્ર ભારતની વાત કરીએ તો આપણને વિવિધ કદ, ટેક્સચર અને સ્વાદ સાથે બ્રેડની ઘણી મોટી રેન્જ જોઈ શકીએ છીએ. રોટલીથી લઈને નાન સુધી આપણને બ્રેડ ગમે છે અને વિશ્વ પણ તેની પ્રશંસા કરે છે એમાં કોઈ જ બેમત નથી.
આ વિશ્વની શ્રેષ્ઠ બ્રેડ (Popular Bread in World)ની યાદીમાં બટર ગાર્લિક નાનને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે, બટર ગાર્લિક નાન અગાઉ ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્વની 50 શ્રેષ્ઠ ફ્લેટબ્રેડમાં પણ પસંદગી પામ્યું હતું. તેને તે વખતની યાદીમાં બીજા સ્થાને મૂકવામાં આવ્યું હતું. લસણના સ્વાદ અને માખણથી સ્વાદિષ્ટ એવી આ નાન એ નિઃશંકપણે આપણે અત્યાર સુધી સૌથી સ્વાદિષ્ટ બ્રેડમાંથી એક માનવામાં આવે છે.
જો કે, પ્લેન નાનને પણ અગાઉની યાદીમાં ચોથું શ્રેષ્ઠ ફ્લેટબ્રેડ જાહેર કરવામાં આવ્યું હોવાથી તે યાદી (Popular Bread in World)માં 8મા નંબરે સામેલ કરવામાં આવ્યું છે. નાનની આપણે વાત કરી હવે વાત કરીએ પરાઠાની. પરાઠાએ પણ બંને યાદીમાં સ્થાન મેળવ્યું છે. પહેલી યાદીમાં તો એ હતું જ સાથે હવે જે ઉત્તમ બ્રેડની લિસ્ટ બહાર પડી છે તેમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ જરૂરી નાસ્તાનો સ્વાદ તો તેને ચાખનાર દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે.
જેનો સ્વાદ હંમેશા હ્રદયસ્પર્શી અને સંતોષકારક છે એવા અમૃતસરી કુલચાને પણ આ યાદી (Popular Bread in World)માં સ્થાન આપવામાં આવ્યું છે. અને હા, આપણે જે નિયમિત રોટલી ખાઈએ છીએ તેને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ રોજિંદા ભારતીય આહારને અમૃતસરી કુલચાની નીચે એટલે કે 27મા સ્થાને મૂકવામાં આવ્યું છે.