Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 47 વર્ષનું કામ 6 વર્ષમાં કર્યું પૂરું! સરકારની આ ઉપલબ્ધિથી વર્લ્ડ બેન્ક અચંબિત

47 વર્ષનું કામ 6 વર્ષમાં કર્યું પૂરું! સરકારની આ ઉપલબ્ધિથી વર્લ્ડ બેન્ક અચંબિત

Published : 09 September, 2023 01:58 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ કામ છ વર્ષમાં કરી દીધું જેને કરવામાં ભારતને 47 વર્ષ લાગે છે. જી20 શિખર સંમેલન (G-20 Summit)ના આયોજનના આનંદથી તરબોળ ભારતની પ્રશંસામાં આ વાત કહી છે વર્લ્ડ બેન્ક (WB)એ.

વર્લ્ડ બેન્ક (ફાઈલ તસવીર)

વર્લ્ડ બેન્ક (ફાઈલ તસવીર)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ કામ છ વર્ષમાં કરી દીધું જેને કરવામાં ભારતને 47 વર્ષ લાગે છે. જી20 શિખર સંમેલન (G-20 Summit)ના આયોજનના આનંદથી તરબોળ ભારતની પ્રશંસામાં આ વાત કહી છે વર્લ્ડ બેન્ક (WB)એ. તેણે કહ્યું કે ભારતે જન ધન બેન્ક ખાતા, આધાર અને મોબાઈલ ફોન (JAM ટ્રિનિટી)ના ઉપયોગથી નાણાંકીય સમાવેશ દરને 80 ટકા સુધી મેળવવા માટે માત્ર 6 વર્ષનો સમય લાગ્યો છે, જેને માટે આ પ્રકારના ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) વિના 47 વર્ષ લાગી શક્યા હોત. વર્લ્ડ બેન્કે જી-20 માટે પૉલિસી ડૉક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તેણે ભારતમાં ચાલતી આર્થિક ગતિવિધિઓના ખૂબ જ વખાણ કર્યા છે, ખાસ કરીને ડિજિટલ ઈન્ડિયાના.

યૂપીઆઈ પર વ્હારી ગઈ વર્લ્ડ બેન્ક
વિશ્વ બેન્કના દસ્તાવેજ પ્રમાણે, છેલ્લા નાણાંકીય વર્ષમાં ભારતની નૉમિનલ જીડીપીનો લગભગ 50 ટકા જેટલા મૂલ્યના યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું છે. ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે નવા ગ્રાહકો પર બેન્કોનો ખર્ચ લગભગ ખતમ કરી દીધો છે. આમાં કહેવામાં આવ્યું છે કે ડીપીઆઈના ઉપયોગથી ભારતમાં બેન્કોના ગ્રાહકોને સામેલ કરવાની લાગત 23 ડૉલર (લગભગ 1,900 રૂપિયા)થી ઘટીને 0.1 ડૉલર (લગભગ 8 રૂપિયા) થઈ ગઈ છે.



રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે, "યૂપીઆઈને મોટા પાયે સ્વીકારવામાં આવી છે, જેને યૂઝર અનુકૂળ ઈન્ટફેસ, ઓપન બેન્કિંગ સુવિધાઓ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો ફાયદો મળ્યો છે. યૂપીઆઈ પ્લેટફૉર્મે ભારતમાં જબરજસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. મે 2023માં જ 9.41 અરબ ટ્રાન્ઝેક્શન થયા, જેની કિંમત લગભગ 14.89 લાખ કરોડ રૂપિયા હતી. નાણાંકીય વર્ષ 2022-23 માટે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત ભારતની નૉમિનલ જીડીપીનો લગભગ 50 ટકા હતી."


ડીબીટીથી ભારતને ભારે બચત
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે છેલ્લા એક દાયકામાં ડીપીઆઈનો લાભ ઉઠાવતા વિશ્વના સૌથી મોટા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રિપૉર્ટ કહે છે કે, "આ શરૂઆતે 53 કેન્દ્રીય મંત્રાલયો પાસેથી 312 મુખ્ય યોજનાઓના માધ્યમે સીધા લાભાર્થિઓના ખાતમાં 361 અરબ ડૉલર (લગભગ 30 હજાર અરબ રૂપિયા)નું ટ્રાન્ઝેક્શન સુલભ કરી દીધં. માર્ચ 2022 સુધી, આમણે કુલ 33 અરબ ડૉલર (લગભગ 2738 અરબ રૂપિયા)ની બચત કરી, જે જીડીપીીના લગભગ 1.14 ટકા જેટલી છે."

જી20 ડૉક્યુમેન્ટમાં વર્લ્ડ બેન્કે બાંધ્યા વખાણના પુલ
વર્લ્ડ બેન્કે નાણાંકીીય સમાયોજન માટે વૈશ્વિક ભાગીદારી (GPFI)ના એક ઇમ્પ્લિમેંટિગ પાર્ટનર તરીકે જીપીએફઆ ડૉક્યુમેન્ટ તૈયાર કર્યું છે. આમાં ભારતના નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી સામેલ છે. ભારત જી20 શિખર સંમેલનમાં ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ ઇન્ક્લૂઝનના મોરચે પોતાની સફળતાઓની ગાથા પણ જણાવશે.


ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતા બચાવ્યા 41 વર્ષ!
વિશ્વ બેન્કના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ડિજિટલ આઈડી, પેમેન્ટ, ડિજિટલ ક્રેડેન્શિયલ્સ લેઝર અને ખાતા એકત્રીકરણ જેવીી વ્યવસ્થાઓને મળીને ડિજિટલ પેમેન્ટનું જબરજસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કર્યું છે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે, "આણે છ વર્ષમાં 80 ટકાનું જબરજસ્ત ફાઈનાન્શિયલ ઇન્ક્લૂઝન રેટ હાંસલ કર્યું છે. આ એવી ઉપલબ્ધિ છે જેને ડીપીઆઈની શરૂઆત વગર હાંસલ કરવામાં લગભહ પાંચ દાયકા લાગ્યા હોત."

ત્રણ ગણાં વધ્યા જન-ધન ખાતા
વડાપ્રધાન જન-ધન યોજના (પીએમજેડીવાય) બેન્ક ખાતાની સંખ્યા, લૉન્ચિંગના સમયે ત્રણ ગણાથી વધારે થઈ ગઈ છે. માર્ચ 2015માં 14.72 કરોડ જન-ધન બેન્ક ખાતા હતા જૂન 2022 સુધી 46.20 કરોડ થઈ ગયા. આમાં 56 ટકા એટલે કે 26 કરોડથી વધારે બેન્ક ખાતા મહિલાઓના છે. આથી ખબર પડે છે કે આ `જમ્પ`માં ડીપીઆઈની ભૂમિકા પર શંકાને કોઈ સ્થાન નથી, પણ આ આધારિત બનેલી અન્ય ઇકોસિસ્ટમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડૉક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂપીઆઈ જેવું ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ (FPS)ના મૂળ ભારતમાં ખૂબ જ ઝડપથી જામી ગઈ.

ડીપીઆઈથી પ્રાઈવેટ સંસ્થાઓને પણ ખૂબ જ લાભ
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી સંગઠનોની ક્ષમતા વધારી શકે છે, જેથી વ્યાવસાયિક કાર્યોમાં જટિલતા, લાગત અને સમયમાં ઘટાડો થાય છે. ભારતમાં કેટલીક નોન-બેન્ક નાણાંકીય કંપનીઓ (એનબીએફસી) માટે અકાઉન્ટ એગ્રીગેટર ઈકોસિસ્ટમે એસએમઈ લોનમાં 8 ટકા વધારે રૂપાંતરણ દર, ડેપ્રિસિએશન કૉસ્ટમાં 65 ટકાની બચત અને દગાખોરીની પણ તપાસ કરવામાં જે સમય અને મુદ્દલ લાગે છે તેમાં પણ 66 ટકાનો ઘટાડો થયો ચે.

વર્લ્ડ બેન્કનો રિપૉર્ટ કહે છે, ઉદ્યોગોના અનુમાનો પ્રમાણે ભારતમાં બેન્કના ગ્રાહકોને જોડવાની લાગત ડીપીઆઈના ઉપયોગથી ડોલર 23થી ઘટીને ડોલર 0.1 થઈ ગઈ છે. ભારતના સ્ટેકે કેવાઈસી પ્રક્રિયાઓને ડિજિટલ અને સરળ બનાવી દીધી છે, જેનાથી લાગત ઓછી થઈ ગઈ છે, ઈ-કેવાઈસીનો ઉપયોગ કરનારા બેન્કોના અનુપાલનની લાગતને ડોલર 0.12થી ઘટાડીને ડોલર 0.06 કરી દીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2023 01:58 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK