Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ

વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ

10 May, 2023 03:31 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

અભિનેત્રીનું વૉર્ડરૉબ એટલે ફેશનની એક નવી જ દુનિયા

સોનાલી લેલે દેસાઈ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સોનાલી લેલે દેસાઈ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ


સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 



‘હું ઇકબાલ’, ‘હું તારી હીર’, ‘આગંતુક’ જેવી સુપરહીટ ફિલ્મો સહિત અનેક વૅબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ સુંદર સ્મિતથી દર્શકોના દિલમાં પોતાની જગ્યા કરનાર અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ (Sonali Lele Desai) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે.  આવો જાણીએ તેમના જ શબ્દોમાં...


 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?


જવાબ : વડોદરામાં અમે જે ઘરમાં રહીએ છીએ તે વીસ વર્ષ જુનું ઘર છે. મારા ઘરમાં વર્ષોથી જુની સ્ટાઇલના પણ આજની ભાષામાં કહીએ તો ઍસ્થેટિક વૉર્ડરૉબ છે જેમાં સમય સાથે બદલાવ લાવીને અમે તેનો વપરાશ કરીએ છીએ. હું એક વૉર્ડરૉબ, એક ફ્રી સ્ટાઇલનું વૉર્ડરૉબ એમ બે પ્રકારના વાપરું છું.

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબ એકદમ બરાબર ઓર્ગેનાઇઝ હોય એ મારું હોય. બીજો યુએસપી એ પણ કહી શકાય કે, હું કલરબ્લોકિંગમાં વિશ્વાસ કરું છું અને મારા વૉર્ડરૉબમાં ગોઠવણી પણ સામાન્ય રીતે એ જ પ્રમાણે કરું છું.

 

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : વૉર્ડરૉબ ઑર્ગેનાઇઝ કરવું મારા માટે ડિટૉક્સ થૅરેપી જેવું છે. હું શૂટમાંથી ફ્રી થાઉં પછી વૉર્ડરૉબમાં જેટલો પણ સામાન હોય તે બધો એકસાથે બહાર કાઢું અને પછી એક-એક કરીને વ્યવસ્થિત વૉર્ડરૉબમાં ગોઠવણી કરું.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : મારું વૉર્ડરૉબ આમ તો મારા શૂટિંગના શેડ્યુલ પ્રમાણે ગોઠવવાનો વારો આવો. જ્યારે હું શૂટિંગમાં વ્યસ્ત હોઉં ત્યારે મારું વૉર્ડરૉબ અસ્તવ્યસ્ત થઈ જાય ને પછી શૂટિંગ શેડ્યુલ પુરું થાય એટલે હું વૉર્ડરૉબ વ્યવસ્થિત ગોઠવું. પછી તેમાંથી જે કપડાંની મને જરુર ન લાગે તે હું મારી હાઉસહેલ્પ કે પછી કોઈ સંસ્થામાં આપવા માટે કાઢીને બાજુએ મુકું.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ :  મારું જે કૉમન વૉર્ડરૉબ છે એમાં હું સૅક્શન પ્રમાણે કપડાંની ગોઠવણી કરું. ઘરમાં પહેરવાના કપડાં અલગ, એક વર્ક વૅરના કપડાંની જગ્યા હોય પછી ફેબ્રિક પ્રમાણે કપડાંની ગોઠવણી કરું. જ્યારે સાડીના સેક્શનની ગોઠવણી કરવામાં હું બહુ કાળજી રાખું છું. મેં પહેલા જેમ કહ્યું એમ કલરબ્લોકિંગ મારી પહેલી પસંદ છે એટલે હું સાડીઓ કલર પ્રમાણે ગોઠવું. રેડ કલરની એક થપ્પી, એક બ્લેક કલરની એમ જુદા-જુદા રંગ મુજબ ગોઠવણી કરીને મુકું.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : વૉર્ડરૉબ રિ-ઓર્ગેનાઇઝ કરવાનું રાખો. જેથી તમને ખબર પડે કે, તમારી પાસે કયા કપડાં છે અને કયાની તમને જરુર નથી. જે કપડાંની જરુર ન હોય તેને સારા ઉદ્દેશ માટે સાઈડ પર મુકવાનું રાખો.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : હું મારી બહેન સાથે સામાન્ય રીતે વૉર્ડરૉબ શૅર કરતી જ હોઉં છું અને તેની સાથે વૉર્ડરૉબ શૅર કરવામાં ક્યારેય સંકોચ ન થાય. તે અબ્રોડમાં રહે છે એટલે વર્ષે એકવાર આવે ત્યારે સાડી, વેસ્ટર્નવૅર એ બધું અમે એક્સેન્જ કરતા જ હોઈએ છે.

બીજી એક મજાની વાત કહું, વૉર્ડરૉબ શૅર કરવાનું એ મારું જીમ રેગ્યુલર જવાનું મોટિવેશન છે. કારણકે મારી બહેન ફિટનેસ ફ્રિક છે એટલે એ એકદમ મેન્ટેઇન બોડી રાખે તો જો મારે એની સાથે વૉર્ડરૉબ શૅર કરવું હોય તો પાતળા જ રહેવું પડે. તો જ્યારે મને જીમ જવાનો કંટાળો આવે ત્યારે હું એ જ વાત કહું પોતાને કે, જો બહેનના કપડાં પહેરવાં હોય તો જીમ તો જવું જ પડશે.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના કપડાંની ક્યારેય એવી ગણતરી નથી કરી. પણ જો ખાસ કરીને સાડીની વાત કરું તો લગભગ ૧૦૦ કરતાં વધારે જ છે. મારા કલેક્શનમાં એક તરફ સાડીઓનું કલેક્શન અને બીજી તરફ અન્ય કલેક્શન. સાડી મારું ઑબ્સેશન છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

ફુટવૅરની વાત કરું તો, મારા કલેક્શનમાં મલ્ટી પર્પસ અને સિમ્પલ ફુટવેર વધારે છે. હવે હું મારા ઘુંટણને થોડોક આરામ આપવા માંગું છું એટલે હાઇ-હિલ્સ પહેરવાનું ટાળું છું. (ખડખડાટ હસે છે).

 

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : મારી મોંઘા અને સસ્તાની વ્યાખ્યા બહુ જુદી છે. કિંમતથી આઉટફિટ સસ્તું નથી થતું, તમે તેનો વપરાશ કઈ રીતે કરો છો તેના આધારે મોંઘુ કે સસ્તું નક્કી થાય છે. દાખલા તરીકે, હજાર રુપિયાનું એક આઉટફિટ લીધું હોય પણ તમે તેને એક જ રીતે પહેરી શકો તો તે પૈસા માથે પડવા જેવું થયું. પણ એક બે હજારનું આઉટફિટ હોય અને તે તમે જો દસ વાર પણ અલગ રીતે સ્ટાઇલ કરીને પહેરો તો તે વસુલ જ છે. હું આ થિયરીમાં માનું છું.

તેમ છતાં જો હું મારી મોંઘી શોપિંગની વાત કરું તો, હું પુણેથી વડોદરા આવી ત્યારથી પટોળા પ્રત્યે મારો પ્રેમ વધ્યો હતો. મેં મારી પહેલી આવકમાંથી પટોળું લીધું હતું. જેની કિંમત પાંચ આંકડા સુધી ગઈ હતી. આ પટોળું મારી માટે લાગણી અને કિંમત બન્નેની દ્રષ્ટિએ મોંઘુ છે.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : મને કપડાં બહુ જ ગમે છે. કપડાં મારું ઑબ્સેશન છે. એટલે મારું મુડ એ જ મારું મનપસંદ કોર્નર. મારા મુડ પ્રમાણે મારું મનપસંદ કોર્નર હોય. બાકી, સાડીનું કોર્નર ઑલ ટાઇમ ફૅવરેટ છે જ.

 

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : એક એવી કમ્ફર્ટેબલ કપડાંની જોડી જે તમે ગમે ત્યારે ગમે ત્યાં પહેરી શકો. એક જોડી ફોર્મલ આઉટફિટ, જે તમને લક્ઝરી ફિલ આપે. પછી એક જૅકેટ હોવું જોઈએ જેને કોઈપણ કપડાં સાથે પૅર કરીને પહેરી શકાય. એક ઇન્ડિયન કપડાંની જોડી (સલવાર કમિઝ, કુર્તા-પજામા કંઈપણ હોય શકે એ) અને અફકોર્સ એક સાડી તો હોવી જ જોઈએ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : મારું તો એ જ માનવું છે કે, જો તમે આઉટફિટમાં કમ્ફર્ટેબલ ન હોવ તો કોઈપણ સ્ટાઇલ સારી જ ન લાગે. આઉટફિટમાં તમે કમ્ફર્ટેબલ હશો તો જ એ સ્ટાઇલ રિફ્લેક્ટ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : હું ટ્રેન્ડ્સ ટ્રાય કરું છું, એકવાર એ ટ્રેન્ડને માન્યમાં પણ લઉં. પછી જો તે મારા પર સૂટ થાય તો ચોક્કસ ફૉલૉ કરું. અથવા તો ટ્રેન્ડમાં મારો પર્સનલ ટ્વિસ્ટ આપીની કન્ટિન્યૂ કરું. બાકી હું મારી ઉંમરને ધ્યાનમાં રાખીને, મને ગમે તે ટ્રાય કરું જ છું.

જો મારી સ્ટાઇલની વાત કરું તો, મારો મુડ એ મારી સ્ટાઇલ. દરેક પ્રકારની સ્ટાઇલની છાંટ મારમાં છે જ.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : હું કપડાં સાથે એક્સપ્રિમેન્ટ કરું છું પરંતુ સાથે તકેદારી પણ રાખું છું એટલે ફેશન ફોપા જેવું તો હજી સુધી કંઈ નથી થયું. પણ હા ફુટવૅરમાં હું એક બાબતનું ખાસ ધ્યાન રાખું છું કે, કોઈપણ નવા ચપ્પલ સીધા બહાર ન પહેરીને જાઉં. કોઈપણ ઈવેન્ટ કે પ્રસંગમાં નવા ચપ્પલ પહેરતા પહેલાં તેના થોડાક દિવસ પહેલા હું ઘરમાં એ જોડી ચપ્પલ એકાદ કલાક પહેરીને ટ્રાય કરું છું. હું એક ઈવેન્ટમાં ગઈ હતી જ્યાં મેં નવા ચપ્પલ પહેર્યા હતા અને તેના ફિટિંગને કારણે હું બહુ જ અનકમ્ફર્ટેબલ થઈ ગઈ હતી. ત્યારથી મેં આ ટ્રિક જીવનમાં અપનાવી લીધી છે.

 

 

આ પણ વાંચો – રામ મોરીનું વૉડરૉબ હોય કે સ્ટાઇલ દરેકમાં જોવા મળશે સંસ્કૃતિની છાંટ

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : કંઈપણ બોલ્યા વગર તમારી જાતને, તમારી પર્સનાલિટીને અભિવ્યક્ત કરે એ ફેશન.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 03:31 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK