Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીડમાં દીપડા અને શ્વાન વચ્ચે બદલાનો ખેલ

બીડમાં દીપડા અને શ્વાન વચ્ચે બદલાનો ખેલ

Published : 25 November, 2026 10:13 AM | Modified : 25 November, 2026 10:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપડાએ ગલૂડિયાને મારી નાખ્યું તો મધર ડૉગે કર્યો દીપડાના એક વર્ષના બચ્ચા પર હુમલો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રાણીજગતમાં પણ માતૃત્વની ભાવના કેટલી પ્રબળ હોય છે એનું એક ઉદાહરણ બીડ જિલ્લામાં જોવા મળ્યું હતું. દીપડાએ એક ગલૂડિયાને મારી નાખ્યું તો એના બદલામાં થોડા જ કલાકો બાદ મધર ડૉગે દીપડાના બચ્ચા પર હુમલો કરી એને મારી નાખ્યું હતું. આ ઘટનાએ બધાનું એવું ધ્યાન ખેંચ્યું છે કે વનવિભાગે આખા મામલાની તપાસ શરૂ કરી છે.

વનવિભાગે પણ આ ઘટના બની હોવાની વાતની ખાતરી કરી હતી અને ગ્રામજનોએ પણ મધર ડૉગે બદલો લેવા માટે દીપડાના બચ્ચા પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સોમવારે સવારે આષ્ટી તાલુકાના દોલાવડ ગામમાં બની હતી. દીપડાએ માનવવસ્તી નજીક રમતા એક ગલૂડિયા પર હુમલો કરી એને મારી નાખ્યું હતું. ત્યાર પછી મધર ડૉગે બપોરે સાડાત્રણ વાગ્યે લગભગ એક વર્ષના દીપડાના બચ્ચા પર હુમલો કરી એનો જીવ લઈ લીધો હતો.



સ્થાનિકોનું કહેવું છે કે દીપડો છેલ્લા અમુક દિવસોથી ત્યાં દેખાતો હતો અને એણે ઘણા શ્વાનનો શિકાર કર્યો હોવાના બનાવ બન્યા છે. આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગલૂડિયાનો મૃતદેહ મળ્યો હતો. એના થોડા જ અંતરે દીપડાનું મરેલું બચ્ચું પણ વનવિભાગને મળી આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK