Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નાનકડી બાલ્કનીને સ્માર્ટ ડેકોરથી બનાવો બ્યુટિફુલ

નાનકડી બાલ્કનીને સ્માર્ટ ડેકોરથી બનાવો બ્યુટિફુલ

Published : 29 April, 2026 01:56 PM | Modified : 29 April, 2026 02:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ્રો સિટીઝમાં નાના અપાર્ટમેન્ટ્સની લિમિટેડ સ્પેસનો ઉપયોગ કરીને બાલ્કનીને સૌથી આરામદાયક અને સુંદર બનાવી શકાય છે

તમારી બાલ્કનીને અલગ-અલગ રીતે ડેકોરેટ કરી શકો છો

તમારી બાલ્કનીને અલગ-અલગ રીતે ડેકોરેટ કરી શકો છો


અપાર્ટમેન્ટની નાની બાલ્કની અવારનવાર બિનઉપયોગી સામાન રાખવા માટે વપરાતી હોય છે, પરંતુ સ્માર્ટ ઇન્ટીરિયર પ્લાનિંગ દ્વારા આ મર્યાદિત સ્પેસનું ફંક્શનલ મેકઓવર શક્ય છે. ઓછી જગ્યામાં વધુ સુવિધા અને સુંદરતા મેળવવા માટે વર્ટિકલ સ્પેસ યુટિલાઇઝેશન અને મિનિમલિઝમના કન્સેપ્ટને અપનાવીને કન્ટેમ્પરરી ડિઝાઇનિંગની મદદથી હવે નાનકડી બાલ્કનીમાં પણ લક્ઝુરિયસ વાઇબ્સ આવે એ રીતે તમારી બાલ્કનીને અલગ-અલગ રીતે ડેકોરેટ કરી શકો છો.

મિનિમલિઝમનો પ્રભાવ



નાની જગ્યાને સજાવતી વખતે મિનિમલિઝમનો અભિગમ અપનાવવો ટેક્નિકલ રીતે ફાયદાકારક છે. બાલ્કનીની મુખ્ય દીવાલ પર મોટો અરીસો લગાવવાથી બહારના પ્રકાશ અને દૃશ્યનું પરાવર્તન થાય છે. આ એક ઑપ્ટિકલ ઇલ્યુઝન પેદા કરે છે, જેનાથી નાની જગ્યા પણ વાસ્તવિકતા કરતાં બમણી મોટી અને ઊંડી દેખાય છે. રંગોની પસંદગી જગ્યાના કદ પર સીધી અસર કરે છે. ડાર્ક કલર્સ પ્રકાશને શોષી લે છે અને જગ્યાને નાની બતાવે છે, જ્યારે વાઇટ, બૅજ કે પેસ્ટલ શેડ્સ પ્રકાશનું રિફ્લેક્શન કરે છે. આનાથી બાલ્કનીમાં હવા-ઉજાસ વધુ લાગે છે અને વાતાવરણ શાંત અને ખુલ્લું અનુભવાય છે.


લાઇટિંગનો સ્ટ્રૅટેજિક ઉપયોગ

લાઇટિંગ ફક્ત રોશની માટે જ નહીં, સ્પેસ-મૅનેજમેન્ટ માટે પણ મહત્ત્વની છે. આ સ્પેસમાં સ્લિમ અને મિનિમલ લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ. ફેરી લાઇટ્સ દીવાલ પર અથવા રેલિંગ પર લગાવી શકાય, જે બાલ્કનીને સૉફ્ટ લુક આપે છે. આનાથી જગ્યા પણ ખુલ્લી લાગે છે. વાયરિંગની ઝંઝટ ટાળવા માટે સોલર પાવર્ડ લૅમ્પ ઇન્સ્ટૉલ કરી શકાય. એ દિવસ દરમ્યાન ચાર્જ થઈને રાતે આપમેળે પ્રકાશિત થાય છે. નાની સાઇઝની LED લાઇટ્સને સ્ટ્રૅટેજિક ખૂણાઓમાં મૂકવાથી ડેપ્થ ઊભી થાય છે, જે રાતના સમયે બાલ્કનીની સાંકડી લંબાઈને ઍટ્રૅક્ટિવ બનાવે છે.


વર્ટિકલ ગાર્ડનિંગ

ફ્લોર પર જગ્યા ઓછી હોય ત્યારે દીવાલને ડેકોરેટ કરવી. આ માટે વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે બાલ્કનીની ખાલી દીવાલો પર લાકડાના પૅલેટ્સ, મેટલ ગ્રિડ અથવા PVC પાઇપ્સનું સ્ટ્રક્ચર બેસાડો અને એના પર નાનાં કૂંડાં ફિટ કરો. એમાં મનીપ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ અને ફૂલના છોડ વાવી શકો. આવા છોડ નાના કદના હોવાથી દીવાલ પર સહેલાઈથી ટકે છે. વેલાવાળા છોડ જ્યારે દીવાલ પર ફેલાય છે ત્યારે એ નૅચરલ વૉલપેપર જેવો લુક આપે છે. આ ગ્રીનરી માત્ર સુંદરતા જ નથી વધારતી, ઉનાળામાં દીવાલને ઠંડી રાખીને ઘરના તાપમાનને જાળવવામાં પણ મદદરૂપ થાય છે.

ફ્લોરિંગ ટેક્સ્ચર

બાલ્કનીના ડેકોરેશનમાં ફ્લોરિંગ સૌથી મહત્ત્વનું છે કારણ કે એ સૌથી વધુ વિઝ્યુઅલ સ્પેસ રોકે છે. નાની બાલ્કનીમાં જ્યારે તમે ફ્લોરિંગ બદલો છો ત્યારે આખી જગ્યાનો લુક અને ફીલ તરત જ બદલાઈ જાય છે. આર્ટિફિશ્યલ ગ્રાસ બાલ્કનીને ગાર્ડન જેવો લુક આપે છે. સૉફ્ટ લુક જોઈતો હોય તો આ ઑપ્શનને અપનાવી શકો છો. ઇન્ટરલૉકિંગ ડેક ટાઇલ્સ પઝલની જેમ એકબીજા સાથે લૉક થઈ જાય છે. આ ટાઇલ્સ ખરાબ થતી નથી અને બાલ્કનીને સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK