Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આંદોલનમાં પોલીસની વૅન સામે ઊભી રહીને ફેમસ થયેલી મૉડલની ઑનલાઇન હેરાનગતિ

આંદોલનમાં પોલીસની વૅન સામે ઊભી રહીને ફેમસ થયેલી મૉડલની ઑનલાઇન હેરાનગતિ

Published : 28 July, 2026 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડીપફેક વિડિયો ફરતા હોવાનો અને તેને સોશ્યલ મીડિયામાં ગાળો અને ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો રિયા અહિરે, પોલીસમાં નોંધાવી ફરિયાદ

અંધેરીના MIDC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મૉડલ રિયા અહિર.

અંધેરીના MIDC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મૉડલ રિયા અહિર.


બાવીસમી જુલાઈએ દાદરના શિવાજી પાર્કમાં ચાલી રહેલા આંદોલન દરમ્યાન પોલીસની વૅનમાં આંદોલનકારીઓને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એ વૅનની સામે ઊભી રહીને સોશ્યલ મીડિયામાં છવાઈ ગયેલી મૉડલ રિયા અહિરે તેને ઑનલાઇન ટ્રૉલ કરવામાં આવતી હોવા ઉપરાંત ગાળો આપવામાં આવતી હોવાનો અને તેના 
ડીપફેક વિડિયો ફેરવવામાં આવતા હોવાનો આરોપ કર્યો છે. 
રિયાએ આ મામલે તેને જે પણ મેસેજિસ અને ધમકીઓ મળ્યાં હતાં એના પુરાવા અંધેરીના MIDC પોલીસ-સ્ટેશનમાં આપીને ફરિયાદ નોંધાવી હતી. તેની મજાક ઉડાવવા ઉપરાંત તેના પર અભદ્ર કમેન્ટ કરવામાં આવતી હોવાનું રિયા અહિરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.
પોલીસ દ્વારા તેની ફરિયાદ સ્વીકારીને એની તપાસ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઍડલ્ટ કન્ટેન્ટ બનાવતી હોવાનું કહીને ટ્રોલિંગ
રિયાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે લોકોએ ઑનલાઇન એવો દાવો કર્યો છે કે તે ઍડલ્ટ કન્ટેન્ટ બનાવીને પૈસા કમાય છે. સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા તે ઍડલ્ટ કન્ટેન્ટ બનાવીને એનાથી કમાણી કરે છે એવા દાવા સોશ્યલ મીડિયામાં કરવામાં આવ્યા છે. જોકે પોતાનું બૅન્ક-અકાઉન્ટ ઍડલ્ટ કન્ટેન્ટ શૅર કરતા કોઈ પણ પ્લૅટફૉર્મ સાથે જોડાયેલું ન હોવાનું રિયાએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK