Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પેપર લીક વિવાદ વચ્ચે ફેસબુકે કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વીડિયો સાથે ચેડાં?!

પેપર લીક વિવાદ વચ્ચે ફેસબુકે કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વીડિયો સાથે ચેડાં?!

Published : 28 July, 2026 11:28 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi`s Gen Z Facebook video restored: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને નીટ પેપર લીક વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો ફેસબુક વીડિયો ભારતમાં થયો બ્લોક; ટેકનિકલ ખામીને કારણે પોસ્ટ થોડા સમય માટે દેખાઈ ન હોવાનો મેટાનો દાવો

થોડીકવાર માટે વીડિયો પર ક્લિક કરતા આવું દેખાતું હતું (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)

થોડીકવાર માટે વીડિયો પર ક્લિક કરતા આવું દેખાતું હતું (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)


નીટ (NEET) પેપર લીક વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) અને દેશભરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફેસબુક (Facebook) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો એક સેલ્ફી વીડિયો, જેમાં તેમણે `Gen Z` (યુવાઓ) ને સંબોધિત કર્યા હતા, તે ભારત (India)માં થોડા સમય માટે બંધ એટલે કે બ્લોક થઈ ગયો હતો. જોકે, થોડા જ કલાકોમાં ફેસબુકે તેને ફરીથી રિસ્ટોર (PM Narendra Modi`s Gen Z Facebook video restored) કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, ફેસબુકે આ કામ જાણી જોઈને નહોતું કર્યું, પરંતુ એક `ટેકનિકલ ગ્લીચ` (Technical Glitch)ને કારણે આમ થયું હતું.

ફેસબુકે કર્યા પીએમ મોદીના વીડિયો સાથે ચેડાં?



સોશિયલ મીડિયા કંપની `મેટા` (META) એક નવા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. કૉકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party)ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો વચ્ચે, યુવાઓને (Gen Z) સંબોધતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો સેલ્ફી વીડિયો મેટાની માલિકી ધરાવતા પ્લેટફોર્મ ફેસબુક પર ભારતમાં થોડા સમય માટે બ્લોક (પ્રતિબંધિત) કરવામાં આવ્યો હતો. જોકે, થોડા કલાકોમાં જ આ વીડિયોને ફરીથી રીસ્ટોર કરવામાં આવ્યો છે.


પીએમ મોદીના આ વીડિયો પર એક મેસેજ દેખાઈ રહ્યો હતો જેમાં લખ્યું હતું: ‘લીગલ રિક્વેસ્ટના કારણે આ મીડિયા તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.’ આ મેસેજ બાદ સવાલો ઊભા થવા લાગ્યા હતા.

ભાજપે મેટા સામે ઉઠાવ્યા સવાલ


આ બાબત સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ મેટા પર આકરા પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના પ્રવક્તા અને પાર્ટીના આઈટી તથા સોશિયલ મીડિયા ઈનચાર્જ પ્રીતિ ગાંધી (Priti Gandhi)એ સોશિયલ મીડિયા પર કંપનીની આકરી ટીકા કરી હતી. તેમણે લખ્યું કે, ‘વિશ્વના સૌથી મોટા લોકશાહીના વડાપ્રધાને દેશના યુવાનો સાથે જોડાવા માટે પોતાનો પહેલો સેલ્ફી વીડિયો શેર કર્યો, પરંતુ ફેસબુકે તેને ભારતમાં જ મર્યાદિત કરી દીધો.’

તેમણે પ્રશ્ન કર્યો કે આખરે મેટાને એ નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો કે ભારતના લોકોએ શું જોવું અને શું નહીં?

ફેસબુકની ભૂલ હતી કે બીજું કંઈ?

બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ દાવો ખોટો છે કે ફેસબુકે પીએમ મોદીની પેપર લીક સામેની કાર્યવાહી સંબંધિત પોસ્ટને જાણીજોઈને બ્લોક કરી હતી. ફેસબુકે આ પોસ્ટને ક્યારેય કાયમી ધોરણે બ્લોક કરી નહોતી અને તે હાલમાં પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. સૂત્રોના મતે, આ મામલો કોઈ પ્રતિબંધ કે પોસ્ટ હટાવવાનો નહોતો, પરંતુ માત્ર એક ટેકનિકલ ખામી (Technical Glitch)ના કારણે થોડા સમય માટે આ સમસ્યા સર્જાઈ હતી.

શું હતો વીડિયો વિવાદ?

અહેવાલો મુજબ, મંગળવારે વહેલી સવારે ૧:૨૫ વાગ્યે વીડિયો પર રહેલા ‘See Why’ (શા માટે જુઓ) વિકલ્પ પરથી જાણવા મળ્યું હતું કે કાનૂની વિનંતી હેઠળ ભારતમાં આ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જોકે, મેટાની આ નોટિસમાં કઈ કાનૂની જોગવાઈ કે કઈ ઓથોરિટી દ્વારા આ વિનંતી કરાઈ હતી તેનો કોઈ ઉલ્લેખ નહોતો.

વીડિયોમાં શું સંદેશ હતો?

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વીડિયોને થોડા સમય માટે રોકવામાં આવ્યો હતો, તેમાં તેમણે જણાવ્યું હતું કે પેપર લીક સામે વધુ કડક પગલાંની જાહેરાત આગામી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સમગ્ર ઘટના માત્ર એક કામચલાઉ તકનીકી ખામીને કારણે જ બની હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 11:28 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK