Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > શર્ટ અને જૅકેટનું ટ્રેન્ડી કૉમ્બિનેશન લેયરિંગ માટે પર્ફેક્ટ શૅકેટ

શર્ટ અને જૅકેટનું ટ્રેન્ડી કૉમ્બિનેશન લેયરિંગ માટે પર્ફેક્ટ શૅકેટ

Published : 07 September, 2026 04:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યંગસ્ટર્સ ટ્રેડિશનલ જૅકેટને બદલે જૅકેટ જેવું દેખાતું પણ પહેરવામાં લાઇટવેઇટ હોય એવું પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે શૅકેટ તેમના માટે બેસ્ટ ઑપ્શન સાબિત થઈ રહ્યું છે

ઑફિસવેઅર શૅકેટ

ઑફિસવેઅર શૅકેટ


મેન્સ અને વિમેન્સ ફૅશનમાં લેયરિંગ એટલે કે એક કપડા પર બીજું કપડું પહેરવાનો કન્સેપ્ટ ખૂબ જ પૉપ્યુલર બન્યો છે. આ લેયરિંગ ટ્રેન્ડમાં જે આઉટફિટે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે એ છે શૅકેટ. નામ પરથી જ ખ્યાલ આવે છે એમ શૅકેટ એ શર્ટ અને જૅકેટનું મિશ્રણ છે. આ ફૅબ્રિક સામાન્ય શર્ટ કરતાં થોડું જાડું અને ટ્રેડિશનલ જૅકેટ કરતાં થોડું પાતળું હોય છે જે એને બદલાતી ઋતુમાં કે કૅઝ્યુઅલ લુક માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. સામાન્ય રીતે એને પ્લેન કે પ્રિન્ટેડ ટી-શર્ટ પર ખુલ્લું રાખીને પહેરવામાં આવે છે જેથી એક કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ પીસ તૈયાર થાય છે.

કેવી રીતે સ્ટાઇલ કરી શકાય?



શૅકેટની સૌથી મોટી ખાસિયત એ છે કે એને પ્રસંગ અને વાતાવરણ મુજબ સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે.
મિત્રો સાથે કૅફેમાં જવું હોય કે વીક-એન્ડ પર શૉપિંગ માટે નીકળવું હોય ત્યારે શૅકેટ શ્રેષ્ઠ રહે છે. સફેદ કે કાળા રંગના પ્લેન ટી-શર્ટ પર શિફ્ટ કરો, ઉપર ડેનિમ અથવા ચેક્સ શૅકેટ પહેરીને બટન ખુલ્લાં રાખો. આ લુક સાથે ડેનિમ જીન્સ અને સ્નીકર્સ એકદમ નૅચરલ અને એફર્ટલેસ સ્ટાઇલ આપે છે.
જો તમારા વર્કપ્લેસ પર કૅઝ્યુઅલ અથવા સ્માર્ટ-કૅઝ્યુઅલ ડ્રેસ-કોડ માન્ય હોય તો ન્યુટ્રલ કલર જેવા કે બેજ, ઑલિવ ગ્રીન, નેવી બ્લુ કે ગ્રે કલરનું સૉલિડ શૅકેટ પસંદ કરી શકાય. એને ફિટેડ ટી-શર્ટ અને ચિનોઝ અથવા ડાર્ક જીન્સ સાથે મૅચ કરવાથી પ્રોફેશનલ છતાં મૉડર્ન લુક મળે છે.
મુસાફરી દરમ્યાન આરામદાયક કપડાં પહેરવા જરૂરી હોય છે. શૅકેટ બહુ ભારે નથી હોતું એટલે મુસાફરી દરમ્યાન ઍર-કન્ડિશન્ડ એન્વાયર્નમેન્ટ કે હળવી ઠંડીથી બચવા માટે એ ઉપયોગી છે. જૉગર્સ અથવા ટ્રેક પૅન્ટ્સ અને ટી-શર્ટ સાથે શૅકેટ લેયર કરવાથી કમ્ફર્ટ અને ફૅશન બન્ને જળવાઈ રહે છે.
ઈવનિંગ ઇવેન્ટ્સ માટે થોડો બોલ્ડ કે આકર્ષક લુક મેળવવા માટે ડાર્ક શેડ્સ અથવા ટેક્સ્ચર્ડ ફૅબ્રિક જેમ કે કૉર્ડરૉય કે ચામડા જેવા ફૅબ્રિકવાળા શૅકેટનો ઉપયોગ કરી શકાય. કાળા ટી-શર્ટ અને બ્લૅક જીન્સ પર આવું શૅકેટ પહેરવાથી એક શાર્પ સ્ટેટમેન્ટ-લુક તૈયાર થાય છે.


આ બાબતો ધ્યાનમાં રાખો

રોજના ઉપયોગ માટે કૉટન કે ચેક્સ શૅકેટ બેસ્ટ છે, જ્યારે થોડી ઠંડી કે સાંજ માટે કૉર્ડરૉય અથવા વુલ-બ્લેન્ડ ફૅબ્રિક વધુ અનુકૂળ રહે છે. શૅકેટ હંમેશાં થોડું રેગ્યુલર કે ઓવરસાઇઝ્ડ હોવું જોઈએ જેથી અંદર ટી-શર્ટ પહેર્યા પછી પણ મૂવમેન્ટ આરામદાયક રહે. જો અંદરનું ટી-શર્ટ પ્લેન હોય તો ચેક્સ કે પ્રિન્ટેડ શૅકેટ સારું લાગશે. જો શૅકેટ પ્લેન હોય તો અંદર કોઈ પણ ન્યુટ્રલ ટી-શર્ટ મૅચ કરી શકાય છે.શૅકેટ વૉર્ડરોબનું એક એવું વર્સેટાઇલ કપડું છે જે દરેક પ્રકારના બૉડી-ટાઇપ અને પર્સનાલિટી પર સૂટ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK